નેશનલ

ઈચ્છાથી શારીરિક સંબંધો રાખતી ને પછી બળાત્કારનો આરોપ કરતી મહિલાઓને ટકોર કરતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

નવી દિલ્હી: અવારનવાર એવા સમાચરોમાં વાંચવા મળે છે કે ‘લગ્નની લાલચ આપીને મહિલા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો’, ઘણી વખત આવા દાવા પોકળ નીકળતા હોય છે. એવામાં સુપ્રીમ કોર્ટે એક મહત્વની ચુકાદો (Supreme Court Verdict) આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે લાંબા સમય સુધી લિવ-ઇન રિલેશનશિપ (Live-in Relationship)માં રહ્યા પછી સ્ત્રી તેના પુરુષ પાર્ટનર પર બળાત્કારનો આરોપ લગાવી શકે નહીં.

તાજેતરમાં એક બળાત્કારના કેસમાં આ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે આ વાત કહી હતી. કેસની જાણકારી મુજબ સ્ત્રી અને પુરુષ એક દાયકાથી વધુ સમયથી સાથે હતા, ત્યાર બાદ સ્ત્રીએ પુરુષ પર બાળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આરોપી પુરુષે કરેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. કોર્ટે આ કેસને સંબંધોમાં અણબનાવનો કેસ ગણાવ્યો હતો. ઉપરાંત, અરજદારને ફોજદારી કાર્યવાહીમાંથી રાહત આપવામાં આવી છે.

સ્પષ્ટ થવું મુશ્કેલ:
એક અખબારી એહવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી પરિસ્થિતિઓમાં એ સ્પષ્ટ થઇ શકે નહીં કે શારીરિક સંબંધ ફક્ત લગ્નના વચનના આધારે બાંધવામાં આવ્યો હતો. વ્યવસાયે લેક્ચરર મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપી બેંક અધિકારી તેને લગ્નનું વચન આપ્યું હતું, જેના કારણે તે આરોપી 16 વર્ષથી સંબંધમાં હતી.

આ પણ વાંચો…ભારતમાં કુબેરપતિઓ વધી રહ્યા છે; 5 વર્ષમાં અબજોપતિઓની સંખ્યા આટલા ગણી વધી

કોર્ટે મહિલાની અરજી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. રિપોર્ટ અનુસાર, કોર્ટે કહ્યું કે તે બંને શિક્ષિત હતા અને આ સંબંધ સંમતિથી હતો કારણ કે તેઓ અલગ અલગ શહેરોમાં રહેતા હોવા છતાં એકબીજાના ઘરે જતા હતા. કોર્ટે કહ્યું કે આ સ્પષ્ટપણે સંબંધોમાં અણબનાવનો મામલો છે.

અખબારી અહેવાલ અનુસાર, બેન્ચે કહ્યું, ‘એ માનવું મુશ્કેલ છે કે ફરિયાદી લગભગ 16 વર્ષથી અપીલકર્તાનો વિરોધ કર્યો નહીં અને અપીલકર્તા લગ્નના ખોટા વચનના આધારે તેનું જાતીય શોષણ કરી રહ્યો હતો. 16 વર્ષ લાંબો સમયગાળો છે, જે દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ વિના ચાલુ રહ્યો. આનાથી એ સાબિત થાય છે કે તેમના સંબંધમાં ક્યારેય કોઈ બળજબરી કે છેતરપિંડી નહોતી.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button