નેશનલ

મેટ્રોમાં છેડતી થવાથી મહિલા બની દબંગ, જુઓ પુરુષને કેવી રીતે ભણાવ્યો પાઠ…

નવી દિલ્હી: માસ્ક હટાવી દે, નહીં તો હું બધાની સામે ગાળ બોલીશ’ દિલ્હી મેટ્રોમાં એક મહિલા એક પુરૂષને આ રીતે જોર જોરથી બૂમો પાડતી હતી. દિલ્હી મેટ્રોમાં છેડછાડના કિસ્સાઓ એકદમ સામાન્ય બની ગયા છે ત્યારે એક દબંગ મહિલાએ છેડછાડ કરતા પુરુષને મેટ્રોમાં પાઠ ભણાવ્યો હતો. જેમાં એક મહિલાની છેડતી કરતા એક પુરુષને તે મહિલાએ વીડિયો ઉતાર્યો હતો.

વાઇરલ વીડિયોના કેપ્શનમાં લખેલું છે કે દિલ્હી મેટ્રોમાં કલેશ, પુરુષ અને મહિલા વચ્ચે લડાઈ. મહિલાનો આરોપ છે કે તેને ધક્કો મારવામાં આવ્યો હતો. 30 સેકન્ડની આ ક્લિપમાં મહિલાનો ગુસ્સો સ્પષ્ટ દેખાય છે. તે વ્યક્તિ પાસે જાય છે અને કહે છે માસ્ક ઉતાર નહીં તો હું બધાની સામે ગાળ બોલીશ. અને તે વ્યક્તિ ત્યાંથી જવા લાગે છે. પરંતુ મહિલાએ તેનો એક હાથથી પકડી રાખીને બીજા હાથથી વીડિયો બનાવવાનું શરૂ કરે છે.

આ વીડિયો આજનો એટલે કે સાતમી નવેમ્બરનો છે. અત્યાર સુધીમાં 28 હજારથી વધુ લોકોએ આ વીડિયોને જોયો છે. તેમજ ઘણા યુઝર્સે કમેન્ટ કરીને પ્રતિક્રિયા પણ આપી છે. એકે લખ્યું હતું કે વાહ દિલ્હી મેટ્રોનો બીજો વીડિયો. બીજાએ લખ્યું હતું કે બધી તકલીફો માત્ર મેટ્રોમાં જ કેમ થાય છે? તેમજ અન્ય એક યુઝરે ટિપ્પણી કરી હતી કે મેટ્રો છોકરીઓ માટે સુરક્ષિત નથી. તેમના માટે રિઝર્વ કોચ હોવો જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button