દીકરાને બચાવવા માટે બાપે ટ્રક નીચે ઝંપલાવી દીધું, બાપને ઉઠાડતા દીકરાનો વાયરલ વીડિયો જુઓ

કરનાલઃ કુરુક્ષેત્રથી રૂવાંડા ઊભા કરાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારું હૃદય પણ કંપી ઉઠશે. પુત્ર પ્રેમમાં પિતાએ આપેલા બલિદાનથી વિસ્તારમાં માતમનો મહોલ છવાઈ ગયો છે.
પુર પાટ ઝડપે આવતી ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બાળક પિતાની ઘટના બાદ ઉઠાડી રહ્યો હતો. આ ઘટનાએ રસ્તા સલામતીના મુદ્દાને ફરી ચર્ચામાં લાવ્યો છે.
મળતી માહિતી અનુસાર કુરુક્ષેત્રના શાહાબાદના કલસાના ગામના રહેવાસી નરેશ કુમાર પોતાના દીકરા ભવિષ્ય સાથે બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી ઝડપથી આવતા ટ્રકે તેમની બાઈકને ટક્કર મારી.
નરેશે પોતાના દીકરાને બચાવવા માટે ઝડપથી બાઈક બાજુએ લીધી, પરંતુ આ દરમિયાન તેમનો પગ ટ્રકના ટાયર નીચે આવી ગયો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું. જ્યારે બાળક ભવિષ્ય પણ ઘાયલ થયો, પરંતુ દીકરાનો જીવ બચી ગયો હતો.
આ દુ:ખદ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં નરેશને ટ્રક નીચે પડેલા જોવા મળે છે અને ભવિષ્ય રડતાં-રડતાં પોતાના પિતાને જગાડવાનો પ્રયાસ કરે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ટ્રકચાલકે ટક્કર બાદ બ્રેક લગાવી ન હતી.
જેના કારણે આ દુર્ઘટના વધુ ગંભીર બની. આ ઘટનાએ સ્થાનિકોમાં ગુસ્સો અને ભયનો માહોલ પેદા કર્યો, અને લોકો ગેરજવાબદાર વાહન ચાલક સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભાગી રહેલા ટ્રકચાલકની ધરપકડ કરી. જ્યારે આ મામલે સ્થાનિક પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ દુર્ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, અને ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટનાએ ફરી એકવાર ઝડપથી વાહન ચલાવવાના જોખમો અને રોડ સલામતીના નિયમોના પાલનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
આ પણ વાંચો…Viral Video: ડોંબિવલીમાં ચમત્કાર, ફ્લેટના ત્રીજે માળથી પડેલા બાળકનો જીવ યુવકે બચાવ્યો