નેશનલ

આગ્રામાં આ એક્સપ્રેસમાં લાગી ભયાનક આગ, આટલા કોચ બળીને ખાખ

આગ્રાઃ આગ્રા-ઝાંસી રેલવે સેક્શનમાં એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાને કારણે રેલવે પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. આગ્રા ઝાંસી રેલવે સેક્શનના ભાંડઈ રેલવે સ્ટેશન નજીક પાતાલકોટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 14624)માં અચાનક આગ લાગી ગઈ હતી. આ એક્સપ્રેસ ફિરોઝપુર (પંજાબ)થી છિંદવાડા જઈ રહી હતી, ત્યારે ટ્રેનના ત્રણ કોચ બળીને ખાખ થઈ ગયા હતા, જેમાં નવેક લોકોને ઈજા પહોંચી છે.

આગ લાગવાના કિસ્સામાં અનેક લોકો આગમાં દાઝ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઈજાગ્રસ્ત પૈકી સાતને એસએન મેડિકલ કોલેજમાં, જ્યારે બે લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ ભાંડઈ રેલવે સ્ટેશન નજીક બપોરના 3.45 વાગ્યાના સુમારે બની હતી. ટ્રેનમાં આગ લાગી ત્યારે ટ્રેનની સ્પીડ કલાકના 70થી 80 કિલોમીટરની હતી.

આગ લાગ્યા પછી ઘટનાસ્થળે દોડાદોડી થઈ ગઈ હતી. ટ્રેનમાં આગ લાગ્યા પછી અનેક કિલોમીટર સુધી ધુમાડા જોવા મળતા હતા. આગ લાગવાની જાણ થયા પછી અમુક પ્રવાસીઓ સુરક્ષિત રીતે ટ્રેનમાંથી બહાર નીકળી ગયા હતા, પરંતુ આગને અંકુશમાં લેવામાં કલાકો લાગ્યા હતા, જ્યારે તેના વીડિયો વાઈરલ થયા હતા.

આ આગમાં બે કોચમાં જોરદાર આગ પસરી ગઈ હતી, જેમાં કોચ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા હતા. આ બનાવ મુદ્દે એક પ્રવાસીએ કહ્યું હતું કે પોતાના પરિવાર સાથે ગ્વાલિયર જઈ રહ્યા હતા, જેમાં બે બાળક તથા તેની પત્ની પણ હતી. આગની જાણ પછી વિન્ડો મારફત બહાર નીકળી ગયા હતા. આ મુદ્દે રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે આગની જાણ થયા પછી તાત્કાલિક રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા આગને નિયંત્રણ લેવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button