નેશનલવેપાર

Stock Market માં રોકાણકારો માટે NSEની નવી પહેલ, હવે ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડમાંથી મળશે આટલું વળતર

મુંબઇ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)દ્વારા ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ ટ્રસ્ટમાં દાવાની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જેના લીધે હવે રોકાણકારો એક જ દાવામાં 35 લાખ રૂપિયા સુધીના વળતરની માંગ કરી શકે છે. પહેલા આ મર્યાદા 25 લાખ રૂપિયાની હતી. NSE દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મર્યાદા એવા ટ્રેડિંગ મેમ્બરો માટે વધારવામાં આવી છે જેઓ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે અથવા કારણસર હાંકી કાઢવામાં આવે છે.

NSE એ વધુમાં જણાવ્યું હતું કે એક્સચેન્જ બાય લોઝના પ્રકરણ XIII ના ક્લોઝ 15 હેઠળ, એક જ દાવા પર રોકાણકારને ચૂકવણીની મર્યાદા રૂ. 25 લાખથી વધારીને રૂ. 35 લાખ કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે આ મર્યાદા એવા ટ્રેડિંગ મેમ્બર્સ માટે છે જેઓ પોતાને ડિફોલ્ટર જાહેર કરે છે અથવા કોઈપણ કારણસર હાંકી કાઢવામાં આવે છે.

ડિફોલ્ટર જાહેર થવા પર લાભ

રોકાણકારોને એવી પરિસ્થિતિમાંથી ઉગારવા માટે ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડની રચના કરવામાં આવી હતી કે જ્યાં તેમની પાસે તેમની જવાબદારીઓને પહોંચી વળવા માટે સંપત્તિ ન હોય અને પોતાને ડિફોલ્ટર જાહેર કરે. દેશમાં રોકાણકારોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં નોંધાયેલા યુનિક રોકાણકારોની સંખ્યા 10 કરોડને વટાવી ગઈ છે. જ્યારે ક્લાઈન્ટ કોડની કુલ સંખ્યા 19 કરોડ સુધી પહોંચી ગઈ છે.

નિફ્ટીએ 11.8 ટકાનું વળતર આપ્યું

એક્સચેન્જોના ડેટા અનુસાર, નિફ્ટીએ આ નાણાકીય વર્ષની શરૂઆતથી લઈને 31 જુલાઈ સુધી 11.8 ટકાનું વળતર આપ્યું છે. જ્યારે નિફ્ટી 500 ઇન્ડેક્સે સમાન સમયગાળામાં રોકાણકારોને 16.2 ટકા વળતર આપ્યું છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં એનએસઈનો નફો વાર્ષિક ધોરણે 39 ટકા વધીને રૂપિયા 2,567 કરોડ થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 51 ટકા વધીને 4,510 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિતૃ પક્ષની દરરોજ સાંજે કરો આ કામ પિતૃદોષથી મળશે મુક્તિ મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી… આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી