Stock Market : શેરબજાર વધારા સાથે ખૂલ્યું, સેન્સેક્સમાં 109.19 પોઇન્ટનો ઉછાળો
મુંબઇ : ભારતીય શેરબજારની(Stock Market) શરૂઆત આજે મજબૂતી સાથે થઈ છે અને સેન્સેક્સ-નિફ્ટી તેજી સાથે ખુલ્યા છે. આજે શેરબજારની શરૂઆત થતાં જ સેન્સેક્સ 109.19 પોઈન્ટ ના વધારા સાથે 79,065 પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી 45.40 પોઈન્ટ ના વધારા સાથે 24,184 પર ખુલ્યો હતો. માર્કેટ ઓપનિંગ સમયે સેન્સેક્સ-નિફ્ટી થોડી મજબૂતી બતાવી રહ્યા છે અને ઉપરની રેન્જમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સેન્સેક્સના શેરની સ્થિતિ કેવી છે ?
આજે સેન્સેક્સના 30માંથી 18 શેરો ઉછાળા સાથે અને 12 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સના ટોચના 5 લાભકર્તાઓમાંથી, 3 શેર IT ક્ષેત્રના છે અને HCL ટેક 1.58 ટકાના વધારા સાથે આગળ છે. ટેક મહિન્દ્રા 1.20 ટકા ઉપર છે. આ પછી M&M, SBI, ટાટા મોટર્સ અને TCSને સૌથી વધુ ફાયદો થયો છે. ઘટતા શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ લુઝર છે અને અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક સહિત એચયુએલના શેરો ઘટ્યા છે.
શેરબજારનું માર્કેટ કેપિટલાઇઝેશન
BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ હાલમાં રૂપિયા 445.09 લાખ કરોડ પર આવી ગયું છે અને ગઇકાલે તે રૂપિયા 445.37 લાખ કરોડ પર બંધ થયું હતું. જેમાં કોઇ મહત્વના ફેરફાર થયા નથી. મંગળવારે સેન્સેક્સ 693 પોઈન્ટના ઘટાડા સાથે 78,956 પર અને નિફ્ટી 208 પોઈન્ટના ઘટાડા સાથે 24,139 પર બંધ થયો હતો.