બોલો, કાનપુર-દિલ્હી ફ્લાઇટમાં ઉંદર: પ્રવાસીઓમાં અફરાતફરી, ફ્લાઇટ રોકી દેવાઈ

કાનપુરઃ અહીંના એરપોર્ટ પર આજે એક અજીબોગરીબ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે, કાનપુર એરપોર્ટ પરથી દિલ્હી જતી ફ્લાઈટ ઉડાન ભરવા માટે તૈયારીમાં હતું ત્યારે ફ્લાઈટ અંદર એક નાનકડો ઉંદર ભરતો જોવા મળ્યો.
આ ઘટના બાદ મુસાફરીની સલામતીને ધ્યાનમાં રાખીને ઉડાનને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી. જોકે, ફ્લાઈટની અંદર આ ઉંદર કેવી રીતે આવ્યું તે એક તપાસનો વિષય બન્યો છે.
આપણ વાંચો: કેરળથી અબુધાબી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, અધવચ્ચેથી પરત બોલાવી
દિલ્હીથી કાનપુર એરપોર્ટ પર બપોરે 2:10 વાગ્યે ઉતરેલું વિમાન 2:50 વાગ્યે દિલ્હી માટે ઉડાન ભરવાનું હતું. ઉડાન પહેલાની તૈયારીઓ દરમિયાન ક્રૂ મેમ્બરની નજર વિમાનની કેબિનમાં ફરતા એક ઉંદર પર પડી હતી.
જે બાદ યાત્રીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને, એરલાઇન્સે તાત્કાલિક ઉડાન રોકી દીધી અને તમામ યાત્રીઓને વિમાનમાંથી બહાર લાવવામાં આવ્યા.
ફ્લાઈટમાં ઉંદર હોવાની જાણ થતાની સાથે એરપોર્ટ સ્ટાફે વિમાનની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. એરલાઇન્સના ટેકનિકલ સ્ટાફ અને ગ્રાઉન્ડ ક્રૂએ સાથે મળીને વિમાનના દરેક ખૂણે-ખૂણાની તપાસ કરી, જેથી ઉડાન દરમિયાન કોઈ જોખમ ન થાય. આ સર્ચ ઓપરેશન દરમિયાન સ્ટાફે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો કે વિમાન સંપૂર્ણ રીતે સલામત છે કે નહીં, જેથી યાત્રીઓને કોઈ સમસ્યા ન થાય.
આપણ વાંચો: એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી, દિલ્હી એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
યાત્રીઓની સુરક્ષા અને વિલંબ
આ ઘટના બાદ ઘાણ યાત્રીઓએ નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ મોટાભાગના યાત્રીઓએ એરલાઇન્સના આ નિર્ણયને સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય ગણાવ્યો. એરપોર્ટ અધિકારી સૂત્રો પ્રમાણે જ્યાં સુધી ફ્લાઈટમાંથી ઉંદર મળી ન જાય અને વિમાન સંપૂર્ણ રીતે સલામત જાહેર નહીં થાય, ત્યાં સુધી ઉડાન શરૂ નહીં થાય.
આ મામલે એરલાઇન્સ કહેવું છે કે યાત્રીઓને કોઈ અસુવિધા ન થાય તે માટે તેઓ સતત માહિતી આપી રહ્યા છે. હાલમાં એરપોર્ટ પર સર્ચ ઓપરેશન ચાલુ છે, અને તમામ યાત્રીઓ સલામત છે.