રાહુલ ગાંધીના Bharat Jodo Nyay Yatra કેમ્પમાં સર્જાયો મોટો અકસ્માત, સાત ઘાયલ અને…
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ભારત જોડો યાત્રા માટે બનાવવામાં આવેલા કામચલાઉ કેમ્પમાં વોચ ટાવર ખોલતી વખતે 8 કામદારો વીજ કરંટ લાગ્યા હતા. જેમાં એકનું મોત થયું હતું અને અન્ય ઘાયલ થયા હતા. તમામ કામદારો ઝારખંડ (Zarkhand)ના રહેવાસી છે.
આ ઘટના ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુરાદાબાદની છે. અહીં કોંગ્રેસ (congress) નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat jodi nyay yatra)માટે બનાવવામાં આવેલા CRPFના કામચલાઉ કેમ્પમાં વોચ ટાવર ખોલતી વખતે 8 કામદારો વીજ કરંટ લાગ્યા. જેમાં એક કામદારનું મોત થયું હતું. જ્યારે અન્ય સાત મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતા. ગઈકાલે મુરાદાબાદના કટઘર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઝીરો પોઈન્ટ પર રાહુલ ગાંધી માટે બનાવેલા કેમ્પમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી થોડો સમય રોકાયા હતા.
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને વીજ પુરવઠો બંધ થઈ જતાં દાઝી ગયેલા કામદારોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તમામ મજૂરો ઝારખંડના ચતરા જિલ્લાના સિમરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના શીલા ગામના રહેવાસી છે. અકસ્માતની માહિતી મળતા જ કાશીપુર તિરાહા ચોકીના ઈન્ચાર્જ ઓમ શુક્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલત નાજુક બનતા બે કામદારોને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા, જેમાંથી એકનું મોત નિપજ્યું હતું.
શનિવારે મુરાદાબાદમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા નીકળી હતી. જેમાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધીએ પણ ભાગ લીધો હતો. રાહુલ ગાંધીની મુલાકાત પૂરી થયા બાદ શનિવારે રાત્રે ઝારખંડના કાર્યકરો ઝીરો પોઈન્ટ પરના કામચલાઉ કેમ્પમાંથી CRPF વોચ ટાવરને હટાવી રહ્યા હતા. કેમ્પ હટાવતી વખતે સીઆરપીએફ વોચ ટાવરનો લોખંડનો સળિયો ત્યાંથી પસાર થતી વીજલાઈન સાથે અડકી ગયો હોવાનું કહેવાય છે. જેના કારણે કેમ્પમાં અચાનક વીજ શોક લાગ્યો હતો. આ અકસ્માતમાં આઠ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. જ્યારે કેટલાક કામદારો નાસી ત્યાંથી ભાગવામાં સફળ થયા હતા.
અકસ્માતની માહિતી મળતા કોંગ્રેસના આગેવાનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોની ખબર પૂછી હતી.