આપણું ગુજરાતનેશનલ

અયોધ્યામાં રામમંદિર પાસે બનશે વિશાળ યાત્રી ભવન, સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

પીએમ મોદીના માર્ગદર્શનથી અયોધ્યામાં આકાર પામી રહેલા ભગવાન શ્રીરામના ભવ્ય રામમંદિર નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરાશે તેવી આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન માટે જાપાનના પ્રવાસે જતા અગાઉ શનિવારે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂજા-અર્ચના કરી હતી અને રામલલાના દર્શન કરી ભવ્ય મંદિર નિર્માણકાર્યનું નિરીક્ષણ પણ કર્યું હતું. ઉપરાંત તેમણે હનુમાનગઢી મંદિરમાં હનુમાનજીના પણ દર્શન-અર્ચન કર્યા હતા.

આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. જેને પગલે સમગ્ર અયોધ્યામાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે રામમંદિરની મુલાકાતે આવનાર દર્શનાર્થીઓ માટે સુવિધા ઉભી કરવાના હેતુથી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ યાત્રીભવનનું નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button