Well done Indian railways: વિદેશી મહિલાએ પહેલીવાર ટ્રેનમાં પ્રવાસ કરી શું કહ્યુ, જૂઓ વીડિયો

ભારતીય રેલવે ચોક્કસપણે પ્રવાસ કરવાનું સૌથી સારો વિકલ્પ છે. નજીકની હોય કે દૂરની મુસાફરી હોય રેલવેમાં જે સુવિધાજનક અનુભવો મળે છે તે પોતાની લક્ઝરી કારમાં પણ મળતો નથી. મિડલ ક્લાસ માટે આ સસ્તુ અને સારું માધ્યમ છે જ, પણ ઘણા શ્રીમંતો પણ આ જ માધ્યમને પસંદ કરે છે.
જોકે સામાન્ય રીતે વિદેશીઓને ભારતની અમુક વ્યવસ્થાઓથી સુગ હોય છે, પરંતુ વિદેશની આવેલી એક મહિલાને આપણી રેલવે ખૂબ ગમી ગઈ છે અને તેણે વખાણ કરતો એક વીડિયો શેર કર્યો છે.
@nickandraychel નામના ઈન્સ્ટા અકાઉન્ટથી શેર થયેલો આ વીડિયો ભારે ધૂમ મચાવી રહ્યો છે. આ મહિલાએ દિલ્હીથી રાજસ્થાન જવા ટ્રેન પકડી હતી. માત્ર રૂ. 1000ની ટિકિટમાં થર્ડ એસીની સુવિધાઓ જોઈ તે આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી.
મહિલાએ વીડિયોમાં પહેલા તો રેલવે પ્લેટફોર્મ બતાવ્યું છે. તેણે અમુક ટીપ્સ પણ આપી છે જેમકે ટ્રેન સ્ટેશનો પર એકાદ બે મિનિટ માટે જ ઊભતી હોય છે તો રેલવે સ્ટેશન સમય પહેલા પહોંચી જવુ. આ સાથે ટિકિટ અને ક્લાસ બુકિંગમા ધ્યાન રાખવું.
મહિલાએ ટ્રેનની અંદરનો વીડિયો શેર કરતા કહ્યું છે કે અહીં તમને બ્રાઉન કવરમાં બેડશીટ અને કંબલ મળશે. ત્યારબાદ તેણે ખાણીપીણી વિશે પણ જણાવ્યું. ટોસ્ટ અને સમોસા બતાવ્યા અને લોઅર બર્થમાં બેસવાની મજા વિશે જણાવ્યું. છેલ્લે એમ પણ જણાવ્યું કે ભારતમાં પ્રવાસ કરવા માટે ટ્રેન બેસ્ટ ઓપ્શન છે.
આપણ વાંચો: જો ITR રહી ગયું હોય તો ચિંતા ન કરતા, સરકાર તમને હજુ એક મોકો આપે છે, જાણો વિગતો