કુનો નેશનલ પાર્કમાં નભા નામના માદા ચિત્તાએ દમ તોડ્યો, હવે માત્ર 26 જ વધ્યા

શિયોપુર અને શિવપુરી, મધ્ય પ્રદેશઃ મધ્ય પ્રદેશમાં આવેલી કુનો નેશનલ પાર્કમાં એક માદા ચિત્તાનું મોત થયું છે. એક અઠવાડિયા પહેલા ઘાયલ થયેલી માદા ચિત્તા જેનું નામ નભા હતું તેનું આજે અવસાન થયું છે. નભાને થોડા દિવસ પહેલા જ પગમાં ફ્રેક્ચર થયું હતું. આ ફ્રેક્ચર શિકાર કરતી વખતે થયું હોવાનું આશંકા છે. જો કે, આજે તે નભાનું અવસાન થયું છે. હવે આ કુનો નેશનલ પાર્કમાં માત્ર 26 ચિત્તા જ રહ્યાં છે. ભારતમાં અત્યારે ચિત્તાની સંખ્યા સતત ઘટી રહી છે, તે ખરેખર ચિંતાનો વિષય છે.
નભા ચિત્તાને શિકાર કરતી વખતે પાછળના બંને પગમાં ફ્રેક્ચર થયું હતું
કુનો પાર્ક મેનેજમેન્ટે આ મુદ્દે વાત કરતા કહ્યું કે, નામિબિયાની 8 વર્ષની માદા ચિત્તા નભાનું શનિવારે મૃત્યુ થયું હતું. તે એક અઠવાડિયા પહેલા સોફ્ટ રીલીઝ બોમાની અંદર ઘાયલ મળી આવી હતી. તે શિકાર કરવાનો પ્રયાસ કરતી વખતે ઘાયલ થઈ હશે. તેના આગળ ડાબા પગે અને પાછળના બંને પગમાં ફ્રેક્ચર પણ થયું હતું. તે એક અઠવાડિયાથી સારવાર હેઠળ હતી. પરંતુ આજે તેનું મૃત્યુ થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી વધારે માહિતી અને મોતનું કારણ જાણવા મળશે.
કુનો પાર્ક અત્યારે કુલ 26 ચિત્તા વસવાટ કરી રહ્યા છે
આ કુનો પાર્કની વાત કરવામાં આવે તો, કુલ 26 ચિત્તા છે. જેમાં 6 માદા અને 3 નર ચિત્તા જે વયોવુદ્ધ છે. જ્યારે બાકીના 17 બાળ ચિત્તા છે. બાકીના દરેકનું સ્વાસ્થ્ય સારું હોવાનું પણ મેનેજમેન્ટે જણાવ્યું છે. કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 26 ચિત્તાઓમાંથી 16 ખુલ્લા જંગલમાં ફરતા હોય છે અને તેઓ કુનોના વાતાવરણમાં સંપૂર્ણપણે અનુકૂલન સાધી ચૂક્યા છે. આ ચિત્તાઓ પાર્કમાં રહેતા બાકીના સહ-શિકારી પ્રાણીઓ સાથે રહેવાનું શીખી લીધું છે. આ ચિત્તાઓ શિકાર પણ કરવા લાગ્યાં છે. બધા ચિત્તાઓને સફળતાપૂર્વક એન્ટિ-એક્ટો-પેરાસાઇટિક દવા પણ આપવામાં આવી છે.
આપણ વાંચો: યુએસ એવિએશન એડમિનિસ્ટ્રેશને પણ સાત વર્ષ પૂર્વે બોઇંગ 737 જેટમાં ફ્યુઅલ સ્વીચ ખામીનો કર્યો હતો ઉલ્લેખ