મહિલા હિંદુવાદી નેતાએ બિઝનેસમેન પ્રેમીની હત્યા કરાવ્યાનો આક્ષેપ, કોણ છે એ નેતા ? | મુંબઈ સમાચાર
નેશનલ

મહિલા હિંદુવાદી નેતાએ બિઝનેસમેન પ્રેમીની હત્યા કરાવ્યાનો આક્ષેપ, કોણ છે એ નેતા ?

અલીગઢ : વર્ષ 2019માં મહાત્મા ગાંધીની હત્યાના એક વિવાદાસ્પદ નાટકમાં ચર્ચામાં આવેલી હિંદુ મહાસભાની નેતા પૂજા શકુન પાંડે ઉત્તર પ્રદેશના એક બિઝનેસમેનની હત્યા કેસમાં ફરાર છે. જયારે તેના પતિ અશોક પાંડેની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસે જણાવ્યું કે પતિ અને પત્નીને વેપારી અભિષેક ગુપ્તા સાથે નાણાની લેવડ દેવડના વિવાદ બાદ હત્યા માટે સોપારી આપી હતી. જયારે અભિષેક ગુપ્તાના પિતાએ દાવો કર્યો છે કે પૂજા અને અભિષેક વચ્ચે પ્રેમ સબંધ હતો. જયારે અભિષેક બહાર જવા ઈચ્છતો હતો જેના લીધે પૂજાએ તેની હત્યા કરાવી દીધી છે.

બે અજાણ્યા બાઈક સવાર ગોળી મારી ફરાર થયા

આ ઘટનાની વિગત મુજબ અભિષેક ગુપ્તાની 23 સપ્ટેમ્બરના રોજ રાત્રે બે અજાણ્યા વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી હતી. અભિષેક ગુપ્તા બાઈકના શો રૂમનો માલિક હતો. જેમાં અભિષેકનો ભાઈ અને પિતા શો રૂમ બંધ કર્યા બાદ અલીગઢના એક ચોક પાસે બસની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે બસ આવતા અભિષેકનો ભાઈ અને પિતા બસમાં બેઠા હતા. પરંતુ જયારે અભિષેક બસમાં બેસવા જાય તે પૂર્વે જ બે અજાણ્યા બાઈક સવાર ગોળી મારી ફરાર થયા હતા.

જયારે હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો

જોકે, તેની બાદ અભિષેકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જયારે હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જયારે પોલીસને આપેલી ફરિયાદમાં, અભિષેકના પિતા નીરજ ગુપ્તાએ પૂજા શકુન પાંડે અને અશોક પાંડે પર પૈસાના વિવાદને કારણે હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે.

પોલીસે એક હત્યાની ધરપકડ કરી

જોકે, પોલીસે આ હત્યા બાદ તપાસ તેજ કરી હતી. તેમજ પોલીસે ગુરુવારે અભિષેક ગુપ્તા પર ગોળીબાર કેસમાં આરોપીઓમાંથી એક મોહમ્મદ ફઝલની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા વ્યક્તિએ તેમને કહ્યું હતું કે અભિષેકની હત્યા તેના અને તેના સાથી આસિફ દ્વારા કરવામાં આવી હતી. જેની માટે તેમને સોપારી આપવામાં આવી હતી તેમણે કહ્યું કે પૂજા શકુન પાંડે અને તેના પતિએ અભિષેકની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તેને મારવા માટે તેમને 3 લાખ રૂપિયાની ઓફર કરી હતી.

આ પણ વાંચો…દિલ્હીમાંથી ઝડપાયા 2 શૂટર્સ, મુનાવર ફારુકીની હત્યા કરવા લીધી હતી સોપારી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button