નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

સમુદ્ર માર્ગે ભારતની દિશામાં આવી રહી છે એક આફત, આઈએમડીએ કહી આ વાત…

ભુવનેશ્વરઃ ભારતની દિશામાં વધુ એક મુસીબત આગળ વધી રહી છે અને આ મુસીબત બંગાળની ખાડી પર બની રહેલાં ભારે દબાણનો પટ્ટો શુક્રવારે એટલે કે આજે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાંગ્લાદેશ પહોંચે એ પહેલાં સુંદરવનમાંથી પસાર થાય એવી આગાહી કરવામાં આવી રહી છે.

ભારતના હાવામાન ખાતા (આઈએમડી) દ્વારા એક બુલેટિનમાં આપવામાં આવી છે. બુલેટિનમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ તોફાન મિધિલી આજે મધરાતે કે પછી 18મી નવેમ્બરના સવારે બાંગ્લાદેશના કિનારા પર પહોંચશે.

બંગાળની ખાડીની ઉપર બની રહેલાં ભારે દબાણનો આ પટ્ટો શુક્રવારે સવારે 5.30 કલાકે પારાદીપ (ઓડિશા)થી આશરે 190 કિમી પૂર્વ, દીઘા (પશ્ચિમ બંગાળ)થી 200 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વ અને ખેપુપાડા (બાંગ્લાદેશ)થી 220 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત હતું.

આઈએમડીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આ તોફાન ઉત્તર-ઉત્તરપૂર્વની દિશામાં આગળ વધવાની શક્યતા છે અને એ 17મી નવેમ્બરની રાતે કે 18મી નવેમ્બરના સવારે 60થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે ખેપુપાડાની નજીક બાંગ્લાદેશના કિનારા પર ટકરાશે.

આ તોફાનને માલદીવ દ્વારા મિધિલી નામ આપવામાં આવ્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવતા તોફાનોથી પ્રભાવિત દેશો દ્વારા વારા ફરતી તોફાનને નામ આપવામાં આવ્યા છે.

આઈએમડીનું એવું કહેવું છે કે ચક્રવાત મિધિલાની ઓડિશા પર કોઈ મોટી અસર જોવાની શક્યતા લગભગ નહીંવત છે, કારણ કે આ રાજ્ય કિનારાથી 150 કિલોમીટર ઉપરથી પસાર થશે. જોકે, આઈએમડીના વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે જણાવ્યું હતું કે કેન્દ્રપાડા અને જગતસિંહપુરથી જેવા કેટલાક જિલ્લામાં શુક્રવારે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button