કાંગ્રેસના સ્ટાર પ્રચારકે કહ્યું કે કાંગ્રેસના કેટલાક નેતાઓને હિંદુ અને રામથી નફરત છે
નવી દિલ્હી: કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં આચાર્ય પ્રમોદ ક્રૃષ્ણમની ગેરહાજરી કાંગ્રેસના પ્રચાર સમયે દરેકના ધ્યાનમાં આવી. જો કે આચાર્ય પ્રમોદ ક્રૃષ્ણમને કહ્યું હતું કે મને કોઇ પ્રકારની નારાજગી નથી નાતો નારાજગીનું કોઈ કારણ છે. બની શકે કે કોંગ્રેસને હિંદુઓના સમર્થનની જરૂર ન હોય અથવા તેઓને હિંદુ ધર્મગુરુને સ્ટાર પ્રચારક બનાવવામાં કોઈ ખામી દેખાતી હોય. આ પાર્ટીનો નિર્ણય છે.
કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ ક્રૃષ્ણમે વધુમાં કહ્યું હતું કે મને સમજાય છે કે કોંગ્રેસમાં એવા કેટલાક નેતાઓ છે જે ભગવાન રામને નફરત કરે છે. કેટલાક નેતાઓને હિંદુ શબ્દથી પણ નફરત છે, તેઓ હિન્દુ ધર્મગુરુઓનું અપમાન કરતા હોય છે. અને આથી પાર્ટીમાં હિંદુ ધર્મગુરુ હોય તે તેમને પસંદ નથી.
કોંગ્રેસના આચાર્ય પ્રમોદ ક્રૃષ્ણમે ખાસ એવા શબ્દો કહ્યા હતા કે ગાંધી પરિવાર વિના કોંગ્રેસની કોઈ ઓળખ નથી. સમગ્ર વિપક્ષ અને I.N.D.I.A ગઠબંધન પાસે પ્રિયંકા ગાંધી કરતાં વધુ લોકપ્રિય બીજો કોઈ નેતા નથી. જો કોંગ્રેસ પીએમ નરેન્દ્ર મોદીને ટક્કર આપવા માંગતી હોય તો પ્રિયંકા ગાંધીને પીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ.