એક એવી ફરિયાદ કે જેના કારણે લોકો પાઇલટે નવ દિવસ માનસિક હોસ્પિટલમાં વિતાવવા પડ્યા…
નવી દિલ્હી: એક અનુભવી લોકો પાઇલટને માનસિક હોસ્પિટલમાં નવ દિવસ વિતાવવા પડ્યા હતા કારણકે તેમને તેમની સામે થયેલી એક ફરિયાદ માટે આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. જેના કારણે તેમને પોતાની તંદુરસ્તી સાબિત કરવા માટે આ પરિક્ષણમાંથી પસાર થવું પડ્યું હતું. આ ઉપરાંત આગ્રા રેલવે વિભાગે તેમને ડ્રાઇવિંગ ડ્યુટી પર પાછા ફરતા પહેલા રિફ્રેશર કોર્સમાંથી પસાર થવાનો આદેશ પણ આપ્યો હતો.
1996માં રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાઇલટ તરીકે જોડાનાર 48 વર્ષીય સિંઘ છેલ્લા એક વર્ષથી તેમના ઉપરી અધિકારીઓના કથિત અન્યાય અને મનસ્વીતા સામે કાનૂની લડાઈ લડી રહ્યા છે. તેમના ઉપરી અધિકારીઓ તેમને ખોટી રીતે હેરાન કરતા હતા. જ્યારે સિંઘને લાગ્યું કે તેમની સાથે અન્યાયી વર્તન કરવામાં આવી રહ્યું છે અને તેમના ઉપરી અધિકારીઓ દ્વારા તેમની વાત યોગ્ય રીતે સાંભળવામાં આવતી નથી. ત્યારે તેમણે 23 ડિસેમ્બર 2022 ના રોજ સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) માટે અરજી કરી.
જો કે, જ્યારે તેમના શુભેચ્છકો અને સહાનુભૂતિઓએ તેમને VRS ન લેવાની અને તેના બદલે યુદ્ધ લડવાની સલાહ આપી, જો કે તેમને અરજી પાછી ખેંચી લીધી પરંતુ વિભાગે તેમને જુનિયર પોસ્ટ પર ઉતારી દીધા. ખાસ બાબત તો એ હતી કે સિંઘને તેમની સખત મહેનત અને અકસ્માતોને રોકવા માટેના ઝડપી પ્રતિસાદ માટે ઘણી વખત સન્માનિત કરવામાં આવ્યા હતા, આ સમય દરમિયાન સિંઘે તેમના વિભાગને ઘણી વખત પત્ર લખ્યો હતો કે તેમને મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં પાછા લાવવામાં આવે પરંતુ તેમની અરજીને નજર અંદાજ કરવામાં આની હતી.
અને આખરે કંટાળીને સિંઘે એકવાર તેમની ફરિયાદમાં લખ્યું કે હું મારા ઉચ્ચ અધિકારીઓના અન્યાયી વર્તનથી કંટાળી ગયો છું એટલે મને આત્મહત્યા કરવાની પરવાનગી આપવામાં આવે. જો કે તેમની આ ફરિયાદના કારણે રેલવેએ તેમને એક માનસિક હોસ્પિટલમાં મોકલ્યા જ્યાં તેમને નવ દિવસ રહેવું પડ્યું અને તપાસ દરમિયાન ફિટ જણાતા રેલવે એ તેમને ફરી રિફ્રાશર કોર્સ માટે મોકલ્યા ત્યારે જોવાનું એ છે કે જ્યારે એ ફરી પાછા જોડાશે ત્યારે રેલવે તેમને કયા પદ પર લે છે.