નેશનલ

કર્ણાટકના આ ગામમાં જનમ્યું 25 આંગળીવાળું બાળક, લોકોની ભીડ જામી

બાગલકોટઃ કર્ણાટકના એક જિલ્લામાં બનેલી એક ઘટના વૈજ્ઞાનિક છે, પરંતુ તેણે ડોક્ટરોને પણ અંચબામાં નાખી દીધા છે. અહીં એક જિલ્લામાં એક બાળકનો જન્મ થયો છે, જેને કુલ 25 આંગળીઓ છે. આ બાળકના જન્મ પછી, તેને જોવા માટે લોકોની ભારે ભીડ છે અને લોકો તેના વિશે જાણીને ખૂબ જ આશ્ચર્યચકિત પણ છે. બાળકના જન્મ બાદ પરિવારજનોમાં ખુશીનો માહોલ છે. પરિવારજનોની વાત માનીએ તો તેઓ આ બાળકને દેવીનું વરદાન ગણાવી રહ્યા છે. બાળકના જમણા હાથ પર 6 અને ડાબા હાથ પર 7 આંગળીઓ છે. બંને પગમાં 6-6 અંગૂઠા છે. પરિવારના સભ્યોએ બાળકને દેવીનું વરદાન ગણાવ્યું છે.

હાથ અને પગની સંયુક્ત 25 આંગળીઓ છે

અહીં બનાહટ્ટી તાલુકાની સનશાઈન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો હતો. બાળકના બંને હાથ અને પગમાં કુલ 25 આંગળીઓ છે. સામાન્ય રીતે માનવ શરીરમાં માત્ર 20 આંગળીઓ હોય છે, આવી સ્થિતિમાં નવજાત બાળકના શરીરમાં 25 આંગળીઓ હોવાના કારણે તે ચર્ચાનો વિષય બન્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકના બંને પગમાં કુલ 12 આંગળીઓ છે, જ્યારે તેના બંને હાથોમાં મળીને 13 આંગળીઓ છે. બાળકના જમણા હાથ પર 6 અને ડાબા હાથ પર 7 આંગળીઓ છે. બંને પગમાં 6-6 અંગૂઠા છે. આ દુર્લભ સ્થિતિ જોઈને ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ડોક્ટરો શું કહે છે…

ડોકટરોના મતે, આ એક દુર્લભ કેસ છે અને તે રંગસૂત્રોમાં ફેરફારને કારણે થાય છે. ડૉક્ટરોએ કહ્યું કે સારી વાત એ છે કે આ ડિલિવરી પછી બાળક અને તેની 35 વર્ષની માતા ભારતી એકદમ સ્વસ્થ છે. પરિવારના સભ્યો તેને દેવીનો આશીર્વાદ માની રહ્યા છે. બાળકના પિતા ગુરપ્પા કોનુર અનુસાર, પરિવારના તમામ સભ્યો ગામની દેવી ભુવનેશ્વરી દેવીના ભક્ત છે. આવી સ્થિતિમાં પરિવારનું કહેવું છે કે માત્ર દેવીના આશીર્વાદથી જ તેમના ઘરે આવા દુર્લભ બાળકનો જન્મ થયો છે. આ દુર્લભ બાળકને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button