
આગરાઃ ઉત્તર પ્રદેશના આગરામાં અતુલ સુભાષ જેવો કિસ્સો સામે આવ્યો છે. ટીસીએસ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતાં યુવકે પત્નીના ત્રાસથી ત્રાહિમામ થઈને સ્યુસાઈડ કર્યું હતું. યુવકે ગળામાં ફાંસીનો ફંદો લગાવી લાઇવ વીડિયો બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં યુવક આત્મહત્યા માટે પત્ની જવાબદાર હોવાનું જણાવી રહ્યો છે.
માતા-પિતાને પરેશાન ન કરવા અપીલ
યુવકે કહ્યું, કાયદાએ પુરુષોનું રક્ષણ કરવાની જરૂર છે. કૃપા કરીને કોઈ પુરુષો વિશે વાત કરો. તેઓ ખૂબ એકલા પડી જાય છે. પત્નીના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવો, માતા-પિતાને પરેશાન ન કરવા અપીલ છે. આ બાદ તેણે ફાંસો લગાવી લીધો હતો. પરિવારજનો જ્યારે ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે મહાશિવરાત્રીની વ્યસ્તતાનું કારણ આપી તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા.
પત્નીના ત્રાસથી ગુમાવ્યો જીવ
ગુરુવારે પિતાએ આ અંગે મુખ્ય પ્રધાનને ફરિયાદ પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી હતી. આ ઘટનાએ બેંગલુરમાં એઆઈ એન્જિનિયર અતુલ સુભાષની યાદ અપાવી હતી. તેણે પણ પત્નીના ત્રાસથી કંટાળીને આવું પગલું ભર્યું હતું.
સદર વિસ્તારના ડિફેન્સ કોલોનીમાં રહેતો માનવ શર્મા મુંબઈમાં TCSમાં ભરતી મેનેજર તરીકે કામ કરતો હતો. 24 ફેબ્રુઆરીના રોજ સવારે ૫ વાગ્યે તેણે ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરીહતી. 26 ફેબ્રુઆરીના રોજ, વાયુસેનામાંથી નિવૃત્ત પિતા નરેન્દ્ર કુમાર શર્મા ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
આ પણ વાંચો…સાબરમતીની જેમ થશે યમુના સ્વચ્છ, જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન
વીડિયોમાં શું હતા અંતિમ શબ્દો
પાપા સોરી, મમ્મી સોરી, અક્કૂ સોરી. હવે હું વિદાય લઈ રહ્યો છું. કાયદાએ પુરુષોનું રક્ષણ કરવું જરૂરી છે. મહેરબાની કરીને પુરુષો અંગે તો વાત કરો. તેઓ ખૂબ એકલા પડી જાય છે.
પુત્રવધૂ અને તેના માતાપિતાને ગણાવ્યા જવાબદાર
પોલીસે કેસ નોંધવાના બદલે કહ્યું કે અધિકારી મહાશિવરાત્રી માટે ફરજ પર છે. આ પછી નરેન્દ્ર શર્મા ઘરે પાછા ફર્યા. જે બાદ તેમણે, સીએમ પોર્ટલ પર ફરિયાદ પત્રમાં, તેમણે તેમના એકમાત્ર પુત્રની આત્મહત્યા માટે તેમની પુત્રવધૂ અને તેના માતાપિતાને જવાબદાર ઠેરવ્યા હતા.