ભારતમાં પહેલીવાર જોવા મળ્યું આવુ રીંછ, IFS અધિકારીએ કહ્યું કે ભારતમાં હજુ ઘણું શોધવાનું બાકી છે

આપણે બધાએ રીંછ જોયું છે. મોટાભાગે તો આપણે રીંછને કોઈ પ્રાણી સંગગ્રહાલયમાં જ જોયું છે. બધા જ જાણે છે કે રીંછ સફેદ રંગનું કે પછી કાળા રંગનું હોય છે. જો તમને કોઈ કહે કે તમે બ્રાઉન રંગનું રીંછ જોયું છે તો તમે ના કહેશો પણ આજે આ વાંચ્યા પછી તમે કહેશો કે હા અમે બ્રાઉન રંગનું રીંછ પણ જોયું છે.
ભારતમાં પહેલીવાર તિબેટીયન બ્રાઉન રીંછ જોવા મળ્યું હતું. સિક્કિમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને WWF-ઇન્ડિયાએ સિક્કિમના પહાડી વિસ્તારોમાં આ દુર્લભ પ્રજાતિના રીંછની તસવીરોને પોતાના કેમેરામાં કેદ કરી હતી. ભારતીય વન સેવા અધિકારી પરવીન કાસવાને એ આ તસવીરને અત્યંત દુર્લભ ગણાવીને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
ભારતીય વન સેવાના અધિકારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે તમે દુર્લભ તિબેટીયન બ્રાઉન રીંછની પહેલી તસવીર અહી જોઈ રહ્યા છો. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય વન્યજીવનમાં રીંછની એક નવી જાતિનો ઉમેરો થયો છે.આ ઉપરાંત તેમણે લખ્યું હતું કે સિક્કિમ વન વિભાગ અને WWFના સંયુક્ત પ્રયાસોને કારણે આ પ્રાણીને સિક્કિમના ઉચ્ચ વિસ્તારોમાં કેમેરામાં કેદ કરી શક્યા છીએ. અને ખાસ બાબત એ છે કે ભારતમાં હજુ ઘણું બધું શોધવાનું બાકી છે.
અધિકારીઓનું કહેવું છે કે મેંગન જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારમાં જે કેમેરા લગાવવામાં આવ્યા હતા તેમાં ડિસેમ્બર મહિનામાં રાત્રે રીંછનું રેકોર્ડિંગ થયું હતું. આ બ્રાઉન કલરનું રીંછ તેના દેખાવ, રહેઠાણ અને વર્તનની દ્રષ્ટિએ સામાન્ય રીતે જોવા મળતા હિમાલયન કાળા રીંછ કરતા ઘણું અલગ છે. આ રીંછ સર્વ ભક્ષી હોય છે. એ મોટા ભાગે તમામ વસ્તુઓ ખાતા હોય છે.
આ પ્રકારના તિબેટીયન બ્રાઉન રીંછને તિબેટીયન બ્લુ રીંછ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વિશ્વમાં રીંછની દુર્લભ પેટાજાતિઓમાંની એક છે. ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે ભારતમાં આ રીંછ પહેલીવાર જોવા મળ્યું છે. જો કે તે નેપાળ, ભૂતાન અને તિબેટના ઉચ્ચપ્રદેશમાં ઘણી વખત કેમેરામાં કેદ કરવામાં આવ્યું છે. શ્ચિમ હિમાલય, કારાકોરમ, હિંદુ કુશ, પામીર, પશ્ચિમી કુનલુન શાન અને દક્ષિણ એશિયામાં તિયાન શાનની પર્વતમાળાઓમાં આવા રીંછ જોવા મળતા હોય છે.