નેશનલ

23 વર્ષનો ભારતીય બેડમિન્ટન ખેલાડી બન્યો ચેમ્પિયન

મેદન (ઇન્ડોનેશિયા): ભારતના યુવા બેડમિન્ટન પ્લેયર કિરણ જ્યોર્જે તાજેતરમાં પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં જાપાનના કૂ તાકાહાશીને હરાવીને ઈન્ડોનેશિયા માસ્ટર્સ ટ્રોફી જીતી લીધી. કોચીના આ 23 વર્ષીય ખેલાડીએ 56 મિનિટ સુધી ચાલેલી મેચમાં વિશ્વના 82 નંબરના ખેલાડી તાકાહાશીને 21-19, 22-20થી હરાવ્યો હતો.

બેંગ્લોરમાં પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન એકેડમીમા ટ્રેનિંગ મેળવનાર કિરણ મેચની શરૂઆતમાં 1-4થી પાછળ હતો, પરંતુ તેણે તાકાહાશી સાથે 8-8થી બરાબરી કરી હતી અને પછી લીડ લેવાનું શરૂ કર્યું. તેણે 18-15ની લીડ લીધી હતી પરંતુ વિરોધીએ ગેપ ઘટાડીને 19-20 કરી દીધી હતી ત્યાર બાદ કિરણે ગેમ જીતીને લીડ મેળવી હતી.


બીજી ગેમમાં પણ બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. એક સમયે સ્કોર 6-6થી બરાબર હતો પરંતુ કિરણે 16-11ની લીડ મેળવી હતી. તાકાહાશીએ હાર ન માની અને સ્કોર 19-19 કર્યો હતો.


પૂર્વ રાષ્ટ્રીય ચેમ્પિયન જ્યોર્જ થોમસના પુત્ર કિરણે ઓડિશા ઓપન અને પોલિશ ઓપન જીતી હતી. તે ગયા વર્ષે ડેનમાર્ક માસ્ટર્સમાં રનર-અપ હતો. કિરણે ગયા મે-જૂનમાં થાઈલેન્ડ ઓપનમાં ટોચના ચીની ખેલાડીઓ હરાવીને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button