800 પોલીસ અને 3 આઈપીએસને એક ક્રાઇમનો નીવેડો લાવતા બાર દિવસ પણ આેછા પડયા…
હરિયાણાના પાણીપત જિલ્લામાં ત્રણ મહિલાઓ પર સામૂહિક બળાત્કાર અને એક મહિલાને માર મારવાની ઘટનામાં પોલીસને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે અને એકની શોધખોળ ચાલુ છે. આરોપીની ધરપકડ કરતી વખતે એક આરોપીનો પગ પણ શંકાસ્પદ સંજોગોમાં ભાંગી ગયો હતો. 20મી સપ્ટેમ્બરે મોડી રાત્રે આરોપીઓ મતલૌડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બે છાવણીઓમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ અધિક્ષક અજીત સિંહ શેખાવત પોતે આ કેસ પર નજર રાખી રહ્યા હતા તેમજ 5 જિલ્લાના 800 પોલીસ કર્મચારીઓ અને 3 આઈપીએસએ જવાબદારી ઉપાડી હતી. તેમ છતાં આરોપીને પકડતા બાર દિવસ કરતા પણ વધુ સમય લાગ્યો હતો.
આ જૂથ ખેતરોમાં બનેલા ટ્યુબવેલ અને ડેરોમાંથી માલસામાનની ચોરી કરતું હતું. તે અગાઉ પણ આવી અનેક ઘટનાઓમાં સંડોવાયેલો છે. ચારેય પાણીપતની આઉટર કોલોનીમાં રહેતા હતા. આ ચારેય આરોપીઓ જેલમાં મિત્રો બન્યા હતા. તેમણે જેલમાં જ આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ચારેય આરોપીઓ હરિયાણવી ભાષા સારી રીતે બોલતા હતા અને ગુના સમયે એકબીજા સાથે હરિયાણવી ભાષાનો ઉપયોગ કરતા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ આરોપીએ મોટી લૂંટ અને ગેંગરેપ કર્યો, જે દરમિયાન એક મહિલાનું પણ મોત પણ થયું હતું.
આ મામલે પોલીસ અધિક્ષકે માહિતી આપતા કહ્યું હતું કે જિલ્લાના ત્રણ CIA સહિતની 10 ટીમો દિવસ-રાત આરોપીઓને પકડવામાં વ્યસ્ત હતી. આરોપીઓની ધરપકડ કરતી વખતે એક આરોપીનો પગ ભાંગી ગયો હતો. જેને સારવાર માટે દવાખાને લઇ જવાયો હતો.
હરિયાણાના પાણીપત જિલ્લાના મતલૌડા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં 20 સપ્ટેમ્બરની રાત્રે બદમાશોનું તાંડવ જોવા મળ્યું હતું. આ બદમાશોએ ખેતરોમાં બનેલા કેમ્પમાં ઘૂસીને ત્યાં રહેતા પરિવારના સભ્યોને દોરડા વડે બાંધી દીધા, રૂમમાં બંધક બનાવીને માર માર્યો. કેમ્પમાં હાજર ત્રણ મહિલાઓને એક રૂમમાં બંધ કરીને ગેંગરેપ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં બદમાશોએ લૂંટ પણ કરી હતી. બદમાશોએ કેમ્પમાંથી 13,000 રૂપિયા રોકડા અને સોનાની બુટ્ટી પણ લૂંટી લીધી હતી.
આ ઘટનાએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા હતા. આ ઘટનાને ઉકેલવામાં 5 જિલ્લાના 800 પોલીસ કર્મચારીઓ અને 3 આઈપીએસએ જવાબદારી ઉપાડી હતી. તેમ છતાં આરોપીને પકડતા બાર દિવસ કરતા પણ વધુ સમય લાગ્યો હતો તેમ છતાં હજુ પણ એક આરોપી ફરાર છે.