નવી દિલ્હી : બિહાર અને ઉત્તર પ્રદેશના બે અલગ અલગ અકસ્માતમાં(Road Accident)આઠ લોકોના મોત થયા છે. જેમાં બિહારના બિહારના બાંકામાં એક પૂરઝડપે આવી રહેલી કારે અનેક શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા. આ અકસ્માતમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેથી મૃત્યુઆંક વધી શકે છે. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીને આગ લગાડી હતી. જ્યારે બીજા અકસ્માતમાં શુક્રવારે રાત્રે યુપીના સિદ્ધાર્થનગરના ઢેબરુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના બલરામપુર રોડ પર તે કાબૂ બહાર જઈને નાળામાં પડી ગઈ હતી.આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. આ દરમિયાન 22 લોકો ઘાયલ થયા છે. બે ઘાયલોની હાલત નાજુક છે. ગંભીર રીતે ઘવાયેલા બંને લોકોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીને આગ ચાંપી દીધી હતી
બિહારના અકસ્માત અંગે પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે બાંકા જિલ્લામાં એક વાહન દ્વારા કચડી નાખવામાં આવતાં પાંચ કાવડિયાના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. તમામ કાવડિયાઓ સુલતાનગંજથી ગંગા જળ લઈને જૈષ્ટગોરનાથ મહાદેવ મંદિર જઈ રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ વાહનને પણ આગ ચાંપી દીધી હતી. દુર્ઘટનાના સમાચાર મળ્યા પછી, એસડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે નજીકના પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ભીડને શાંત કરી.
યુપીમાં પણ બે શ્રદ્ધાળુઓના મોત થયા
જ્યારે બીજા અકસ્માતમાં ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં શુક્રવારે સાંજે લગભગ 6 વાગ્યે એક મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. આ દરમિયાન 22 લોકો ઘાયલ થયા છે. બે ઘાયલોની હાલત નાજુક છે. ગંભીર રીતે ઘવાયેલા બંને લોકોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટના શુક્રવારે સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી. લગભગ 53 શ્રદ્ધાળુઓથી ભરેલી બસ બલરામપુરના દેવીપાટન મંદિરથી સિદ્ધાર્થનગર આવી રહી હતી. ચરીગાહવા નાળા પાસે સાયકલ સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે બસ કાબુ બહાર જઈને નાળામાં પડી ગઈ હતી.
બસને નાળામાંથી બહાર કાઢવા માટે ક્રેન બોલાવી હતી
જો કે આ અકસ્માત બાદ આસપાસના લોકોએ તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરી હતી. તેમજ લોકોએ બચાવ કાર્ય શરૂ કર્યું. થોડીવાર પછી પોલીસની ટીમ આવી અને બસને નાળામાંથી બહાર કાઢવા માટે ક્રેન બોલાવી હતી. આ અકસ્માતમાં સાયકલ ચલાવી રહેલા 50 વર્ષીય મંગનીરામ અને બસની અંદર બેઠેલા 14 વર્ષીય અજય શર્મા અને 65 વર્ષીય ગામાનું મોત નીપજ્યું હતું.