વિદ્યાર્થીઓની મજાક મોંઘી પડી: હોસ્ટેલમાં સૂતેલા 8 મિત્રોની આંખો ચોંટાડી, વાલીઓમાં રોષ | મુંબઈ સમાચાર
નેશનલ

વિદ્યાર્થીઓની મજાક મોંઘી પડી: હોસ્ટેલમાં સૂતેલા 8 મિત્રોની આંખો ચોંટાડી, વાલીઓમાં રોષ

કંધમાલ: વિદ્યાર્થીજીવન દરમિયાન દરેક વ્યક્તિ મજાક-મસ્તી કરે છે. પરંતુ ઘણીવાર આ મજાક-મસ્તી મોંઘી પડી છે. ઓડિશાના કંધમાલ જિલ્લામાં આવેલી એક સરકારી આદિજાતિ કલ્યાણ નિવાસી શાળા (TRW)માં મજાકના કારણે એક ચોંકાવનારી ઘટના બની છે. કેટલાક વિદ્યાર્થીઓએ તેના સૂતેલા મિત્રોની આંખમાં ચીકણો પદાર્થ લગાવી દેતો તેમની આંખો ચોટી ગઈ છે.

આઠ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ

સાલગુડાની સેવાશ્રમ શાળામાં વિદ્યાર્થીઓની મજાક ઘણા મિત્રોને ભારે પડી છે. મળતી માહિતી મુજબ, કેટલાક વિદ્યાર્થીઓએ તેમના સૂતેલા મિત્રોની આંખો પર કોઈ ચીકણો પદાર્થ લગાવી દીધો હતો. આ ઘટનાથી પ્રભાવિત મોટાભાગના વિદ્યાર્થીઓ ચોથા અને પાંચમા ધોરણમાં ભણતા હતા અને તેમની ઉંમર લગભગ 12 વર્ષ છે.

આંખ ચોટી જવાની ઘટનાને પગલે ઓછામાં ઓછા આઠ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. શરૂઆતમાં બાળકોને ગોછાપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમાંથી સાતને ફુલબાનીની જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ (DHH)માં મોકલવામાં આવ્યા હતા. એક વિદ્યાર્થીની આંખો ખુલી જતાં તેને રજા આપી દેવામાં આવી હતી.

આપણ વાંચો: ઓનલાઈન ગેમમાં 3000 હારતાં 12 વર્ષના છોકરાએ કરી લીધો આપઘાત, ઈન્દોરની ચોંકાવનારી ઘટના

વાલીઓ અને સ્થાનિક નેતાઓમાં રોષ

શાળાના શિક્ષિકા પ્રેમલતા સાહુએ જણાવ્યું હતું કે, “સવારે 7 વાગ્યે જ્યારે હું હોસ્ટેલમાં ગઈ, ત્યારે મેં જોયું કે આઠ વિદ્યાર્થીઓને તેમની આંખો ખોલી શકતા ન હતા. ત્યારબાદ મને ખબર પડી કે કેટલાક વિદ્યાર્થીઓએ તેમની આંખો પર કોઈ ચીકણો પદાર્થ લગાવી દીધો હતો.”

શરીર સાથે ચેડા કરતી આવી ક્રૂર મજાકની ઘટના બાદ, પીડિત વિદ્યાર્થીઓના વાલીઓ અને સ્થાનિક નેતાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. તેમણે આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટનાએ હોસ્ટેલની સુરક્ષા અને દેખરેખ પર પણ સવાલો ઊભા કર્યા છે. શાળા મેનેજમેન્ટે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button