ચૂંટણી પંચના SIR અભિયાનનો ખોફ? વર્ષોથી છુપાયેલા 500 બાંગ્લાદેશીઓ દેશ છોડી રહ્યા છે, BSFએ શું કહ્યું?

કોલકાતા: પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી બાંગ્લાદેશની બોર્ડર પર હલચલ મચેલી દેખાઈ રહી છે. કારણ કે એકસમય ગેરકાયદે ભારતમાં પ્રવેશેલા બાંગ્લાદેશીઓ હવે પરત બાંગ્લાદેશ ફરવા માટે મથામણ કરી રહ્યા હોવાનો દાવો અધિકારીઓએ કર્યો છે. અધિકારીઓ આને ઊલટ પલાયન કહી રહ્યા છે. લોકો પણ ઉતાવળમાં ઘર છોડીને જે સામાન હાથ લાગ્યો તે રોડના કિનારે ટોળે વળીને બેઠા છે.
મીડિયા સાથેની વાતચીતમાં એક વ્યક્તિએ જણાવ્યું કે તે પાંચ વર્ષ પહેલાં સતખીરા જિલ્લામાંથી ભારતમાં આવ્યા હતો. તેણે કહ્યું કે એક દલાલને પૈસા આપીને આવ્યા હતા. અમે હાવડાના ડોમજૂડમાં રહેતા હતા. જ્યારે SIR શરૂ થયું ત્યારે ડર લાગવા માંડ્યો. સાંભળ્યું કે BSF પાછી મોકલી રહી છે, તેથી પત્ની અને બે બાળકો સાથે સવાર-સવારમાં અહીં આવી ગયા.
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પરની એક નાટકીય ઘટનાએ રાજકીય વિવાદને નવી ઊંચાઈ આપી દીધી છે.
લગભગ 500 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો SIR અભિયાનના ડરથી પોતાના દેશ પાછા ફરવાના પ્રયાસમાં ઝીરો લાઇન પર ફસાયા છે. આ લોકો કોલકાતા અને તેની આજુબાજુના વિસ્તારોમાં વર્ષોથી છુપાઈને રહેતા હતા.
BSFએ તેમને ભારતમાં પાછા આવતા રોક્યા હતા, જ્યારે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) એ તેમને બાંગ્લાદેશમાં પ્રવેશવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટના ચૂંટણી પંચના SIR અભિયાન વચ્ચે થઈ છે, જેને વિપક્ષી ભાજપ ગેરકાયદેસર ઘૂસણખોરી વિરુદ્ધ કડક પગલું જણાવી રહ્યું છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) તેને ‘રાજકીય ષડયંત્ર’ ગણાવી રહી છે.
BSF અધિકારીઓ અનુસાર, SIR શરૂ થયા પછી બાંગ્લાદેશ પાછા ફરતા લોકોની સંખ્યા ઝડપથી વધી છે. પહેલાં રોજના 10-20 લોકો નીકળતા હતા, હવે રોજના 150-200 લોકો પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સરહદ પર બાયોમેટ્રિક તપાસ કરવામાં આવી રહી છે અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને રાજ્ય પોલીસને સોંપવામાં આવી રહ્યો છે.
મોટા ભાગના એવા લોકો છે જેમની પાસે કાયદેસર ભારતીય દસ્તાવેજો નથી. SIRને લઈને ફેલાયેલી આશંકાઓએ રાજ્યમાં રહેતા ગેરકાયદેસર પ્રવાસીઓમાં ઊંડા ભયની સ્થિતિ પેદા કરી છે – જેના પરિણામે આ દુર્લભ ઉલ્ટું પલાયન જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો…અલ-કાયદાના આતંકીઓ પર NIAની મોટી કાર્યવાહી: ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં દરોડા, બાંગ્લાદેશીઓ રડાર પર



