પાટનગરમાં મોટા હુમલાની યોજનાનો પર્દાફાશ, ISISના 5 શંકાસ્પદ આતંકી પકડાયાં | મુંબઈ સમાચાર
નેશનલ

પાટનગરમાં મોટા હુમલાની યોજનાનો પર્દાફાશ, ISISના 5 શંકાસ્પદ આતંકી પકડાયાં

નવી દિલ્હી: દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીએ દેશમાં સૌથી મોટા આતંકવાદી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પાટનગર દિલ્હી, મુંબઈ અને ઝારખંડમાં હાથ ધરવામાં આવેલા મોટા ઓપરેશનમાં પાંચ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી પાકિસ્તાના હેન્ડલરના સંપર્કમાં હતો અને સોશિયલ મીડિયા મારફત એકબીજાના સંપર્કમાં હતા.

દેશમાં એક મોટા આતંકી હુમલાના ષડયંત્રને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીએ નિષ્ફળ બનાવ્યું છે. દિલ્હી, મુંબઈ અને ઝારખંડથી પાંચ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. જેમણે દેશમાં મોટા પાયે હુમલાઓ કરવાની તૈયારીમાં હતા, ત્યારે એક્શન લેવામાં આવ્યા છે.

ISIS સાથે જોડાયેલા છે આતંકવાદીઓ

દિલ્હી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, દિલ્હી, મુંબઈ અને ઝારખંડથી ઝડપાયેલા કુલ 5 આતંકવાદીઓ ISISની પ્રેરણાથી દિલ્હીમાં કેમિકલ બોમ્બ દ્વારા મોટાપાયે હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. જેનો માસ્ટરમાઈન્ડ ઝારખંડનો દાનિશ છે. તેણે બીટેકનો અભ્યાસ કર્યો છે. તે પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતો.

દિલ્હી પોલીસે આજે દિલ્હીમાંથી આફતાબ અને સુફિયાનની ધરપકડ કરી હતી. તેમની પાસે હથિયાર અને આઈઈડી બનાવવા માટેનું રો મટીરિયલ મળી આવ્યું છે. ઝારખંડના રાંચી ખાતેના દાનિશના ઠેકાણાએથી કેમિકલ આઈઈડીનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વધુ બે શંકાસ્પદોની પણ ધરપકડ કરવામાં આવી છે. આમ કુલ આંકડો 5 પર પહોંચ્યો છે.

પોલીસે જણાવ્યું કે, પાંચેય આતંકવાદીઓ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા. પાકિસ્તાની હેન્ડલર તેઓને હથિયાર બનાવવાની રીતે અને ફોટા મોકલતો હતો. આફતાબને હથિયાર સોંપવામાં આવ્યા હતા. જેને લઈને તે દિલ્હી પહોંચ્યો હતો. પરંતુ ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

યુવાનોને ફસાવવાનું તૈયાર કર્યું હતું મોડ્યુલ

દાનિશ સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને જોડવાનું કામ કરતો હતો. સુરક્ષા એજન્સિથી બચાવવા માટે તે પોતાને ‘સીઈઓ’ ગણાવતો હતો. તેના મોડ્યુલનું નામ ‘ગજવા’ હતું. આ મોડ્યુલ 20-25 વર્ષના યુવાનો પર સોશિયલ મીડિયા દ્વારા દેખરેખ રાખતું હતું. પોતાની વિચારધારા સાથે મેળ ખાતા યુવાનોને તે પોતાની સાથે જોડતું હતું. આ મોડ્યુલમાં મુંબઈના કલ્યાણના આફતાબ, કામરાન અને હુજૈફાના નામના ત્રણ યુવાનની સંડોવણી સામેલ હતી.

દિલ્હી પોલીસે દિલ્હીથી આફતાબ અને સુફિયાનને પકડ્યો હતો. તેમની પાસેથી આઈઈડી બનાવવાનું રો-મટીરિયલ જપ્ત કરવામાં આવ્યું હતું. ઝારખંડના રાંચીથી ધરપકડ કરવામાં આવેલા અસહર દાનિશના ઠેકાણા પરથી આઈઈડી જપ્ત કરવામાં આવ્યું હતું. મોડી રાતના મળેલા ઈન્પુટના આધારે બે વધુ સંદીગ્ધની ધરપકડ કરી છે, જ્યારે કુલ સંખ્યા પાંચ થઈ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button