5 લાખની પ્લેન ટિકિટમાં મળી ‘ફાટેલી સીટ, કાચો ખોરાક, તૂટેલો સામાન’, પેસેન્જરે શેર કર્યો ભયાનક અનુભવ
ટ્વિટર પર હાલમાં એક વ્યક્તિએ એર ઈન્ડિયાની આકરી ટીકા કરી છે. તેણે બિઝનેસ ક્લાસમાં નવી દિલ્હીથી નેવાર્ક, ન્યુ જર્સી, યુએસએ સુધીની મુસાફરીનો પોતાનો ભયાનક અનુભવ શેર કર્યો છે. તેણે કહ્યું હતું કે આ ફ્લાઇટ “કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી” અને તેને રાઉન્ડ ટ્રીપ માટે રૂ. 5 લાખનો ખર્ચ થયો હતો.
એર ઈન્ડિયાના આ પેસેન્જરનું નામ વિનીથ જાણવા મળ્યું છે. તેમણે એર ઇન્ડિયામાં રિટર્ન ટિકિટ બુક કરાવી હતી. તેમણે બિઝનેસ ક્લાસમાં નવી દિલ્હીથી નેવાર્ક, ન્યુ જર્સી, યુએસએ સુધીની મુસાફરીનો પોતાનો ભયાનક અનુભવ શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે તેઓ ન્યૂયોર્ક, શિકાગો અને લંડનનો રેગ્યુલર પ્રવાસ કરે છે.
સામાન્ય રીતે એતિહાદની ફલાઇટમાં જ જવાનું પસંદ કરે છે. આ વખતે પણ તેમને એતિહાદની ફ્લાઇટ ટિકિટ સસ્તામાં મળી રહી હતી, પણ એરઇન્ડિયાની ન્યૂયોર્ક, શિકાગો અને લંડન માટે ડાઇરેક્ટ ફ્લાઇટ હોવાથી આ વખતે તેમણે એર ઇન્ડિયાની બિઝનેસ ક્લાસની રિટર્ન ટિકિટ બુક કરાવી હતી અને એર ઇન્ડિયાનો તેનો અનુભવ કોઇ દુઃસ્વપ્નથી ઓછો નહોતો. તેમને બિઝનેસ ક્લાસમાં જે સીટ આપવામાં આવી હતી તે સાફ નહોતી, જર્જરિત અવસ્થામાં હતી અને 35માંથી 5 સીટ તો કામ જ કરતી નહોતી. સીટ કવર પણ ગંદા હતા. તેમની ફ્લાઇટે 25 મિનિટ મોડી ઉડાન ભરી હતી. ટેક ઓફ કર્યા પછી 30 મિનિટ પછી, જ્યારે તેમણે સૂવાનું વિચાર્યું તેમની સીટ કામ કરતી નહોતી. ઘણી મથામણ બાદ પણ તેમની સીટ બેડ (Bed) પ્રકારની સ્થિતિમાં આવી રહી નહોતી. તેમને ક્રૂને વિનંતી કરતા તેમને બીજી સીટ પર બેસાડવામાં આવ્યા. થોડા કલાક પછી જ્યારે તેઓ જાગ્યા ત્યારે તેમને જે ખોરાક પીરસવામાં આવ્યો તે વાસી અને કાચો હતો. પ્લેનમાં આપવામાં આવેલા ફળો પણ વાસી હતી અને પ્લેનમાં બધાએ ફળો પરત કર્યા હતા. તેમનું ટીવી પણ કામ કરતું નહોતું અને આટલું ઓછું હોય તેમ ક્રૂએ તેમનો સામાન પણ તોડી નાખ્યો હતો.
વિનીતે એર ઈન્ડિયા તરફથી મળેલા જવાબનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે જે હવે કાઢી નાખવામાં આવ્યો છે. તેમાં લખ્યું હતું, “પ્રિય સર, અસુવિધા માટે અમે દિલગીર છીએ અને અમે ક્યારેય નથી ઈચ્છતા કે અમારા મુસાફરોને આવી અસુવિધાનો સામનો કરવો પડે. કૃપા કરીને અમને તમારી બુકિંગ વિગતો, સીટ નંબર અને DBR/ફાઈલર રેફરન્સ નંબર DM કરો. અમે તરત જ તેની તપાસ કરીશું.” તે જ “અમે આંતરિક રીતે આ તરફ ધ્યાન દોરી રહ્યા છીએ.”
જોકે, એરઇન્ડિયાની આ પોસ્ટ બાદમાં ડિલીટ કરી નાખવામાં આવી હતી.
આ પોસ્ટ જ્યારથી સોશિયલ મીડિયા પર શેર થઈ છે ત્યારથી તેને ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે. ઘણા લોકોએ એરલાઇન સાથે તેમને થયેલી સમસ્યાઓની જાણ કરી છે.