માર્ચ એન્ડિંગમાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર, હીટવેવ અંગે એલર્ટ જાહેર

નવી દિલ્હી/મુંબઈઃ દેશમાં ગરમીના તાપમાનમાં ધીમે ધીમે વધારો થવા લાગ્યો છે. હવામાન વિભાગ દ્વારા દેશના ટોચના પાંચ ગરમ શહેરોની યાદી જાહેર કરી હતી, જેમાં મહારાષ્ટ્રનું અકોલા સૌથી ગરમ સાબિત થયું હતું. આ ઉપરાંત, મધ્યભારતના રાજ્યોમાં હીટવેવને લઈ હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે.
માર્ચ એન્ડિંગ છે, ત્યારે દેશમાં હીટવેવની અસર દેખાય રહી છે. હવામાન વિભાગની માનવામાં આવે તો, મધ્યભારતના રાજ્યોમાં હીટવેવની સ્થિતિ સર્જાય છે અને 28 માર્ચના રોજ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાવા પામ્યું છે. આગામી દિવસોમાં હજી તાપમાનમાં વધારો થવાની શક્યતા દેખાય રહી છે, એમ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
મધ્યપ્રદેશના ગુના શહેરમાં 28 માર્ચના રોજ મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું હતું. ત્યાં સાગર શહેરમાં મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી નોંધાયું હતું. આ બંન્ને શહેરમાં તાપમાન પાંચ ડિગ્રી વધારે નોંધાયું છે. મહારાષ્ટ્રના વિદર્ભની વાત કરવામાં આવે તો અકોલામાં મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું છે. રાયલસીમામાં ગરમીનું પ્રમાણ વધારે છે, કુરનુલ અને નાંદયાલ જેવા શહેરોમાં તાપમાન ક્રમશઃ 41.9 ડિગ્રી અને 42.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
હવામાન વિભાગે આ વિસ્તારોના રહેવાસીઓ માટે ચેતવણી જાહેર કરી છે. તેમને કામ વગર બાહર નહીં જવા અને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. સાથે હીટસ્ટ્રોક અને ગરમીને લઈને થતી બીમારીયોથી બચવા માટેના દિશા-નિર્દેશ પણ જાહેર કર્યા છે. હીટવેવએ એવો સમય છે, જ્યારે તાપમાન સામાન્યથી પણ વધુ થઈ જાય છે.
સામાન્ય રીતે માર્ચથી જૂનની વચ્ચે જ હીટવેવની સ્થિતિ સર્જાતી હોય છે. હવામાન મુજબ કોઈ પણ સ્થળે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ થાય છે, ત્યારે હીટવેવની સ્થિતિ સર્જાય છે. ત્યાં જ પહાડી વિસ્તારોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી વટાવી જાય ત્યારે હીટવેવની સ્થિતિ સર્જાય છે, તેથી અસરગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓ સતર્ક રહેવું પડશે.
Observed Maximum Temperature Dated 28.03.2024. #MaximumTemperature #Temperature #ObservedWeather@moesgoi@DDNewslive@ndmaindia@airnewsalerts pic.twitter.com/vmgGBtBkFE
— India Meteorological Department (@Indiametdept) March 29, 2024