નેશનલ

દેશમાં Online Fraud ના કેસોમાં 400 ટકાનો વધારો, RBI એ જાહેર કર્યો ચોંકાવનારો ડેટા

નવી દિલ્હી: ભારતમાં ડિજિટલ પેમેન્ટ ફ્રોડના (Online Fraud) કેસોમાં ભારે વધારો થયો છે. ભારતીય રિઝર્વ બેંકે(RBI) એક ડેટા જાહેર કર્યો છે. રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં ઓનલાઈન પેમેન્ટ ફ્રોડના કેસમાં 5 ગણો વધારો થયો છે. ગત નાણાકીય વર્ષમાં સાયબર ફ્રોડ(Cyber Fraud) કરનારાઓએ 14.57 અબજ રૂપિયા એટલે કે 1457 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. તાજેતરના અહેવાલમાં ભારતમાં ઝડપથી વધી રહેલા સાયબર ફ્રોડ વિશે પણ વાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: સાયબર ફ્રોડથી મેળવેલાં નાણાંમાંથી અમેરિકન ડૉલર્સ ખરીદી વિદેશી નાગરિકને આપ્યા

બે વર્ષમાં UPI દ્વારા ચૂકવણીમાં 137 ટકાનો વધારો

UPI સેવા ભારતમાં 8 વર્ષ પહેલા એટલે કે 2016માં શરૂ કરવામાં આવી હતી. યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમની શરૂઆત પછી ભારત ડિજિટલ પેમેન્ટનું પાવરહાઉસ બની ગયું. યુપીઆઈ દ્વારા વપરાશકર્તાઓ તેમના મોબાઇલ ફોનથી તરત જ પૈસાની લેવડદેવડ કરી શકે છે. આરબીઆઈના રિપોર્ટ અનુસાર, છેલ્લા બે વર્ષમાં UPI દ્વારા ચૂકવણીમાં 137 ટકાનો વધારો થયો છે. ભારતમાં UPI દ્વારા 200 ટ્રિલિયન રૂપિયાના વ્યવહારો થયા છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે.

સાયબર ક્રાઈમના કેસ વધી રહ્યા છે

સસ્તા ઇન્ટરનેટના કારણે ડિજિટલ પેમેન્ટની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ડિજિટલ પેમેન્ટની લોકપ્રિયતાને કારણે ભારતીય વપરાશકર્તાઓ પર સાયબર છેતરપિંડીનો ભય રહે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, લોકોમાં નાણાકીય સમજણનો અભાવ અને ટેક્નોલોજીના ઉપયોગ વિશે યોગ્ય જાણકારીનો અભાવ પણ સાયબર ગુનેગારો માટે રસ્તો સરળ બનાવી રહ્યો છે. સરકાર અને રિઝર્વ બેંક લોકોને જાગૃત કરવા માટે વિવિધ ઝુંબેશ ચલાવી રહી હોવા છતાં સાયબર ક્રાઈમના કેસ વધી રહ્યા છે.

આ પણ વાંચો: યુવાવસ્થા: સાબદા રહેજો, સાયબર ફ્રોડથી

સાયબર ગુનેગારો ખાસ કરીને એવા લોકોને ટાર્ગેટ કરે છે જેમને ટેક્નોલોજીનું વધારે જ્ઞાન નથી. આ લોકો સરળતાથી સાયબર ગુનેગારોની જાળમાં ફસાઈ જાય છે અને ઓનલાઈન સ્કેમનો શિકાર બને છે.

ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

  • ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે, તમારું કાર્ડ, બેંક એકાઉન્ટ સહિતની અંગત માહિતી કોઈની સાથે શેર કરશો નહીં.
  • તમારા ફોન પર આવેલ OTP (વન ટાઈમ પાસવર્ડ) અથવા ગુપ્ત કોડ કોઈની સાથે શેર કરશો નહીં.
  • કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા કોલ અથવા મેસેજનો જવાબ ના આપશો
  • ભેટો અથવા ઈનામો ઓફર કરતા કૉલ્સને અવગણો
  • ઈ-મેલ કે SMS દ્વારા આવતી કોઈપણ લિંક પર ક્લિક ન કરો
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…