40 કુંવારી યુવતીને ગર્ભવતી બતાવતા ગામમાં ખળભળાટ, જાણો સરકારનો છબરડો?
વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસીમાં આંગણવાડી કર્મચારીઓની બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સરકારના રેકોર્ડમાં 40 કુંવારી છોકરીઓ ગર્ભવતી બતાવવામાં આવી છે. કુંવારી યુવતીઓને દિવાળી પર તેઓ ગર્ભવતી હોવાની અથવા બાળકની નોંધણીનો મેસેજ આવ્યો હતો. મેસેજમાં તેમને શુભકામનાઓની સાથે જ સગર્ભા મહિલાઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. મસેજ જોઈને યુવતીઓ અને તેના પરિવારજનોને ધ્રાસકો લાગ્યો હતો.
આ પણ વાંચો : તેલંગણામાં પાટા પરથી ખડી પડી માલગાડી, રેલ સેવાઓ ખોરવાઈ
કયા ગામની ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના વારાણસીના મલહીયા ગામની છે, જ્યાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 40 કુંવારી છોકરીઓને ગર્ભવતી જાહેર કરવામાં આવી હતી. આ બેદરકારીનો ઘટસ્ફોટ ત્યારે થયો ત્યારે દિવાળી પર આ યુવતીઓને મોબાઈલ પર એક મેસેજ મળ્યો હતો કે જેમાં કહેવામાં આવ્યું હતું કે પોષણ ટ્રેકરમાં આપનું સ્વાગત છે. ધાત્રી માતા તરીકે, તેઓ આંગણવાડી કેન્દ્રમાંથી કાઉન્સેલિંગ, સ્તનપાન સહાય, ગરમ રાંધેલું ભોજન અથવા રાશન જેવી સેવાઓનો લાભ લઈ શકે છે.
સરપંચે શું કહ્યું?
ગામના સરપંચ અમિત પટેલે જણાવ્યું હતું કે મોબાઇલ પર આ મેસેજ જોઈને છોકરીઓ અને તેમના પરિવારજનો ચોંકી ગયા હતા. આ અંગે મુખ્ય વિકાસ અધિકારીને ફરિયાદ કરાયા બાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આંગણવાડી કાર્યકરની ભૂલને કારણે 40 છોકરીઓને આ મેસેજ મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : તમે પણ બાળકોને મોડેલ, એક્ટર બનાવવા માગો છો?, તો જાણી લેજો…..
પોલીસે શું કહ્યું?
આ મામલે વારાણસીના CDO હિમાંશુ નાગપાલનું કહેવું છે કે હાલમાં આ ઘટનાને કારણે ગામમાં ખળભળાટ મચી ગયો છે. જો કે વહીવટીતંત્રે કર્મચારીને માનવીય ભૂલ ગણાવીને નોટિસ ફટકારી છે. હજુ સુધી કર્મચારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.