જમ્મુ કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના(Jammu kashmir)ડોડા જિલ્લાના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ (Terrorist)સાથેની અથડામણમાં સેનાના એક અધિકારી સહિત 4 સુરક્ષા જવાનો શહીદ થયા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી.અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ બપોરે લગભગ 2.45 વાગ્યે દેસા ફોરેસ્ટ વિસ્તારના ધારી ગોટે ઉરબાગીમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું.
તેમાંથી ચારના મોત થયા
તેમણે કહ્યું કે 20 મિનિટથી વધુ સમય સુધી ચાલેલા ગોળીબારમાં એક અધિકારી અને એક પોલીસકર્મી સહિત ચાર સેનાના જવાન ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ નાજુક રહી હતી અને તેમાંથી ચારના મોત થયા છે.
| Also Read: Jammu Kashmir માં આતંકી હુમલા બાદ કોંગ્રેસની નક્કર પગલાની માગ, આતંકવાદ નાબૂદી માટે યુદ્ધની અપીલ
ભારતીય સેનાએ શું કહ્યું?
સેનાએ કહ્યું કે આ વિસ્તારમાં વધારાની ટુકડીઓ મોકલવામાં આવી છે અને છેલ્લી માહિતી મળે ત્યાં સુધી ઓપરેશન ચાલુ હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે આ હુમલાની જવાબદારી લીધી
સૈન્યની 16મી કોર્પ્સ, જેને વ્હાઇટ નાઈટ કોર્પ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, વધારાની ટુકડીઓ આ વિસ્તારમાં મોકલવામાં આવી છે, ઓપરેશન ચાલુ છે, પરંતુ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે આ હુમલાની જવાબદારી લીધી છે.
ડોડામાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.