ટ્રેનના એસી કોચ પર થાંભલો પડતા બાળક સહિત 4 લોકો ઘાયલ
કોલકાતાના શાલીમાર સ્ટેશનથી લોકમાન્ય તિલક ટર્મિનસ જતી ટ્રેનને છત્તીસગઢના રાયપુરમાં અકસ્માત નડ્યો હતો, જેમાં પીલર ટ્રેનના એસી કોચ પર પડ્યો હતો. જેના કારણે ટ્રેનનો કોચ પણ તૂટી ગયો છે. આ અકસ્માતમાં બારી પાસે બેઠેલા કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રેનને રાયપુર સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.
એવું કહેવાય છે કે ટ્રેન કોલકાતાના શાલીમાર સ્ટેશનથી મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ તરફ જઈ રહી હતી. આ દરમિયાન છત્તીસગઢના ઉરકુરા સ્ટેશન પરથી પસાર થતી વખતે અચાનક એક થાંભલો ટ્રેન પર પડી ગયો હતો. જેના કારણે ટ્રેનના એસી કોચ બી-6ને ખરાબ રીતે નુકસાન થયું છે. આ ઉપરાંત ટ્રેનનો ડબ્બો તૂટવાથી બારી પાસે બેઠેલા બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં એક નાનું બાળક પણ ઘાયલ થયું છે. અકસ્માત બાદ ટ્રેનને રાયપુર સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નીચે ઉતારીને સ્ટેશન નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ટ્રેનને રાયપુર સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. રેલવે અધિકારીઓ સાથે જીઆરપી અને આરપીએફની ટીમ તપાસ માટે ત્યાં પહોંચી હતી. ઘટનાની માહિતી મળતા જ ડીઆરએમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતનો તાગ મેળવ્યો હતો. ટ્રેનને થયેલા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે.
RPFના કમાન્ડન્ટ સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે, ખરકુરા ફાટક પાસે અંડરગ્રાઉન્ડ ઈલેક્ટ્રીક વાયર લઈ જવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે ડ્રિલ મશીન ઉપર આવી ગયું. જેના કારણે વીજ પોલ ટ્રેન પર પડી ગયો હતો. હાલમાં ઘાયલ મુસાફરોને સારી સારવાર માટે રાયપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.