ડ્રગ્સની દાણચોરીના રેકેટનો પર્દાફાશઃ પંજાબમાંથી 30 અને કાશ્મીરમાંથી 6 કિલો હેરોઈન જપ્ત
![MD Drugs reached South Africa from Bhiwandi to Dubai via Mundra in Gujarat?](/wp-content/uploads/2024/08/MD-Drugs.webp)
રાજૌરી/જમ્મુઃ પાકિસ્તાન સરહદ નજીકના રાજ્યમાંથી ડ્રગ્સની દાણચોરીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જેમાં પંજાબમાંથી 30 કિલો અને કાશ્મીરમાં છ કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસે રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીકના એક ગામમાંથી છ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૩૦ કરોડથી વધુ આંકી છે, જ્યારે કાશ્મીરમાંથી 6 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
નૌશેરા સેક્ટરના એક ગામમાંથી આ રિક્વરી બે ડ્રગ તસ્કરો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે કરવામાં આવી હતી. જેમની થોડા અઠવાડિયા પહેલા ડ્રગ્સના કન્સાઇનમેન્ટ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: પેટમાં 7.51 કરોડનું ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ છુપાવીને લાવનાર વિદેશી નાગરિક પકડાયો
તેમણે કહ્યું કે આ માલ સરહદ પારથી દાણચોરી કરીને લાવવામાં આવ્યો હતો અને એકાંત જગ્યાએ છુપાવવામાં આવ્યો હતો. આ કેસની તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ અને રિક્વરી થવાની સંભાવના અધિકારીઓએ વ્યક્ત કરી હતી.
દરમિયાન પંજાબ પોલીસે આજે સરહદ પારથી ડ્રગ્સની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે એક દાણચોરની ધરપકડ અને ૩૦ કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર પાકિસ્તાનથી ડ્રગ્સનું પરિવહન કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે આ વર્ષે અત્યાર સુધીની સૌથી મોટી હેરોઇન જપ્તી હતી.
આ પણ વાંચો: ગુજરાત પોલીસે 3 વર્ષમાં ઝડપ્યું 16155 કરોડનું ડ્રગ્સ; બાતમીદારોને 6.87 કરોડનું ઈનામ
રાજ્યના પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે એક્સ પર જણાવ્યું કે મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં અમૃતસર ગ્રામીણ પોલીસે સરહદ પારથી દાણચોરી કરતી એક ગેંગનો પર્દાફાશ કર્યો હતો.
એક ડ્રગ તસ્કરની ધરપકડ કરી હતી તેમ જ એક કાર સાથે ૩૦ કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનથી ડ્રગ્સની દાણચોરી કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે ધરપકડ કરાયેલ આરોપી મોટા પાયે દાણચોરીમાં સામેલ હતો. તાજેતરમાં જ સરહદ પારથી ડ્રોન દ્વારા દાણચોરી કરાયેલ હેરોઇનનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે ઘરિંડા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ(એનડીપીએસ) એક્ટ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. યાદવે આગળ જણાવતા કહ્યું કે આમાં સામેલ અન્ય વ્યક્તિઓની ઓળખ કરવા અને દાણચોરી નેટવર્કના મૂળની તપાસ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.