ગજબ ! Muzaffarnagar માં ડેરી સંચાલકના પુત્રના ખાતામાં આવ્યા 257 કરોડ રૂપિયા, ચોંકી ગઇ બેંક
મુઝફ્ફરનગર : ઉત્તર પ્રદેશના Muzaffarnagar જિલ્લાના રતનપુરી વિસ્તારના એક ગામના યુવકના ખાતામાં 257 કરોડ રૂપિયાની એન્ટ્રી મળી આવી છે. પરંતુ આ યુવકને ખાતામાં પૈસા મોકલનાર વ્યક્તિની જાણ નથી. જો કે ડેરી સંચાલકના પુત્રના એકાઉન્ટમાં આટલી મોટી રકમ જોઇને બેંક અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. મુઝફ્ફરનગર પોલીસ આ અચંબા મુકનારી ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે હાલ યુવકની પૂછપરછ શરૂ કરી છે.
નોકરી આપવાના નામે નકલી કંપની ખોલી
આ અંગે મુઝફ્ફરનગર ગ્રામીણના એસપી આદિત્ય બંસલે જણાવ્યું કે રતનપુરીના રહેવાસી અશ્વિની કુમાર પાસેથી નોકરી અપાવવાના નામે ખોટી રીતે દસ્તાવેજો લેવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોના આધારે નકલી એકાઉન્ટ અને નકલી કંપની ખોલવામાં આવી હતી. જેના કારણે GSTના E-વે બિલિંગમાં છેતરપિંડી કરવામાં આવી છે.
જીએસટી વિભાગની મદદથી તપાસ કરવામાં આવી રહી છે
આ મામલે જીએસટી વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. વિભાગ સાથે સંકલન કરીને તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે આ મામલે હજુ સુધી અશ્વિની કુમારનું નિવેદન આવ્યું નથી ન તો પરિવારના સભ્યો દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી છે.
ડેરી સંચાલકના પુત્રના ખાતામાં આટલા પૈસા કેવી રીતે આવ્યા
સૂત્રો પાસેથી મળેલી માહિતીમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બિલિંગ કોઈ નેતાનું છે. જો કે સમગ્ર મામલો તપાસ બાદ જ બહાર આવશે. અહીં આ બાબત ગામમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે દરેકના મુખ પર એક જ સવાલ છે કે ડેરી સંચાલકના પુત્રના ખાતામાં આટલા નાણાં કેવી રીતે આવ્યા.
Also Read –