નવી દિલ્હીઃ નવી દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી આસામના કામાખ્યા જઈ રહેલી 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ 11 ઓક્ટોબર, બુધવારે રાત્રે બિહારમાં અકસ્માતનો ભોગ બની હતી. ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. બક્સર જંક્શનથી ટ્રેન ઉપડ્યાના થોડા સમય બાદ રઘુનાથપુર પૂર્વ ગુમતી પાસે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 4 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ અકસ્માતમાં 100થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઘાયલ થયેલાઓમાંથી ઘણાની હાલત ગંભીર હોવાથી મત્યુઆક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, ઘટનાસ્થળે અંધારું હોવાને કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી હતી. જોકે સ્થાનિક લોકોની મદદથી રાહત કાર્ય ચાલુ છે. આ ઘટના અંગે હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે. દરમિયાન, અકસ્માત બાદ દાનાપુર રેલવે ડિવિઝન દ્વારા એક બુલેટિન પણ જારી કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આનંદ વિહાર ટર્મિનલથી કામાખ્યા જતી ટ્રેન નંબર 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના કેટલાક ડબ્બા આજે દાનાપુર ડિવિઝનના રઘુનાથપુર સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગયા હતા.
મળતી માહિતી મુજબ, પાટા પરથી ઉતરેલી બોગીમાં હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે, તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેટલાક ઘાયલ દર્દીઓને સારવાર માટે પટના, દિલ્હી એઇમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનાની માહિતી મળતા કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઘટનાની માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે, “મને આના સમાચાર મળતાં જ મેં તુરંત જ રેલવે પ્રધાન, NDRF, SDRF, બિહારના મુખ્ય સચિવ, જિલ્લા મેજિસ્ટ્રેટ વગેરે અધિકારીઓને જાણ કરી હતી. હું લોકોને મોટી સંખ્યામાં પીડિતોને મદદ કરવા આવવાની અપીલ કરીશ. આ ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.”
પૂર્વ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે બુધવારે રાત્રે 9.35 વાગ્યે દાનાપુર મંડલના રઘુનાથપુર સ્ટેશન પાસે કામાખ્યા જતી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસની ટ્રેન નંબર 12506 પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તેમણે કહ્યું, “અમે બચાવ અને તબીબી ટીમોને ઘટનાસ્થળે મોકલી છે. રેલવેએ મુસાફરો માટે ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો પણ જારી કર્યા છે. “તબીબી ટીમો સ્થળ પર રવાના કરવામાં આવી છે.”
રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે
પટના હેલ્પલાઈન:-9771449971
દાનાપુર હેલ્પલાઈન:-8905697493
કોમર્શિયલ કંટ્રોલ:-7759070004
આરા હેલ્પલાઈન:-8306182542
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ