નવા વર્ષ માટે બાબા વાંગાએ કરી ચોંકાવનારી આગાહી, ત્રીજું વિશ્વયુદ્ધ અને…

Baba Vanga’s prophecy: બાલ્કન સ્ટ્રેડેમસ તરીકે ઓળખાતા બલ્ગેરિયન ભવિષ્યવક્તા બાબા વાંગાની આગાહી જગવિખ્યાત છે. બાબા વાંગાની ભવિષ્યવાણી પર ઘણા લોકો અતૂટ વિશ્વાસ ધરાવે છે, કેટલાક લોકો તેને માત્ર સંયોગ માને છે. જોકે, હાલની વૈશ્વિક પરિસ્થિતિને જોતા તેમની આ આગાહીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હાલ, વર્ષ 2026ને લઈને તેમને કરેલી આગાહીઓએ સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે.
2026માં શરૂ થશે ત્રીજું વિશ્વ યુદ્ધ?
બાબા વાંગાની આગાહી મુજબ, વિશ્વના પૂર્વ ભાગમાં ચાલી રહેલો તણાવ એક મોટા યુદ્ધ સર્જી શકે છે. આ યુદ્ધની અસર માત્ર એશિયા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેની જ્વાળાઓ પશ્ચિમી દેશો સુધી પણ પહોંચી શકે છે. જેનાથી ભારે જાન-માલનું નુકસાન થઈ શકે છે. આ સંઘર્ષ વૈશ્વિક સત્તાના સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખશે. બાબા વાંગાએ રશિયાને લઈને મોટી વાત કહી છે. બાબા વાંગાના મતે, રશિયામાં એક નવો અને અત્યંત પ્રભાવશાળી નેતા ઉભરી આવશે. આ નેતા વૈશ્વિક અશાંતિ અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ પોતાનું વર્ચસ્વ જમાવશે અને વિશ્વના રાજકારણને પ્રભાવિત કરશે.

માનવીના જીવનમાં આવશે મોટા પડકારો
વર્ષ 2026માં ક્લાઇમેટ ચેન્જ વિનાશક સ્વરૂપ ધારણ કરી શકે છે. બાબા વાંગાએ પર્યાવરણીય કટોકટી, વિનાશક પૂર, ભૂકંપ અને ભયંકર દુષ્કાળ જેવા સંકેતો આપ્યા છે. આ કુદરતી હોનારતો વિશ્વના ઘણા ભાગોમાં અર્થતંત્રને ખોરવી નાખશે. હાલના AIના યુગને લઈને બાબા વાંગાએ પણ આઘાહી કરી છે. ટેક્નોલોજી ક્ષેત્રે એક ભયાનક ચેતવણી આપતા બાબા વાંગાએ જણાવ્યું છે કે, AI ની શક્તિ એટલી હદે વધી જશે કે તે માનવીય અંકુશની બહાર જઈ શકે છે. મશીનો અને પ્રોગ્રામ્સ માનવીની મદદ વગર પોતાના નિર્ણયો લેતા થઈ જશે, જે રોજિંદા જીવન અને ઉદ્યોગો માટે એક મોટો પડકાર બની રહેશે.
ચીનની વૈશ્વિક તાકતમાં થશે વધારો
બાબા વાંગાની આગાહી મુજબ, 2026માં ચીન જેવો એશિયાઈ દેશ એક શક્તિશાળી વૈશ્વિક તાકાત તરીકે ઉભરી આવશે. ચીનનો પ્રભાવ વધવાની સાથે જ આ ક્ષેત્રમાં તાઇવાન અને દક્ષિણ ચીન સાગર જેવા વિસ્તારોમાં સંઘર્ષ અને પડકારોની સ્થિતિ પણ વધુ ઘેરી બનશે. ઉલ્લેખનીય છે કે, બાબા વાંગા દ્વારા 9/11ના હુમલા અને બરાક ઓબામાની જીતને લઈને કરવામાં આવેલી આગાહી સાચી પડી હતી. જેથી બાબા વાંગા દ્વારા આગામી વર્ષને લઈને કરવામાં આવેલી આગાહીને લોકો ગંભીરતાપૂર્વક લઈ રહ્યા છે.



