નેશનલ

હું પણ 20 વર્ષથી અપમાન સહન કરી રહ્યો છું’, વડા પ્રધાન મોદીએ ઉપરાષ્ટ્રપતિને ફોન કર્યો

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ દ્વારા ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરની મિમિક્રી કરવાના મામલે રાજકારણ ગરમાયું છે. ઉપ રાષ્ટ્રપતિ ધનખરે આ ઘટનાની નિંદા કરી હતી. ત્યારે આજે બુધવારે તેમણે X પર પોસ્ટ કર્યું કે આ ઘટના પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કર્યો. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે વડા પ્રધાનેએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેઓ 20 વર્ષથી વધુ સમયથી આવા અપમાનનો સામનો કરી રહ્યા છે.

ઉપાધ્યક્ષ જગદીપ ધનખરે ટ્વીટ કર્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોલ આવ્યો હતો. તેમણે ગઈકાલે સંસદ સંકુલમાં કેટલાક સાંસદોની ઘૃણાસ્પદ હરકતો પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મને કહ્યું કે તેઓ છેલ્લા 20 વર્ષથી આવા અપમાન સહન કરી રહ્યાં છે, પરંતુ ભારતના ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદ સાથે અને તે પણ સંસદમાં, આ ઘટના બની શકે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. મેં તેમને કહ્યું- વડા પ્રધાન, કેટલાક લોકોની હરકતો મને રોકશે નહીં. હું મારી ફરજ બજાવી રહ્યો છું અને આપણા બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતોને જાળવી રાખું છું. હું મારા હૃદયના ઊંડાણથી એ મૂલ્યો માટે પ્રતિબદ્ધ છું. કોઈ અપમાન મારો માર્ગ બદલી શકે નહીં.


સંસદના શિયાળુ સત્રમાં હોબાળા બાદ 141 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિપક્ષના સાંસદો 19 ડિસેમ્બરે સંસદ ભવન બહાર બેસીને વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ જગદીપ ધનખરની મિમિક્રી કરી, જેનાથી ઉપરાષ્ટ્રપતિ નારાજ થયા. ઘટનાને શરમજનક ગણાવતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યો છે અને બીજો સાંસદ તે ઘટનાનો વીડિયો બનાવી રહ્યો છે આ અસ્વીકાર્ય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button