નેશનલ

મુંબઈ એરપોર્ટથી ઝડપાયા આઈએસઆઈએસના 2 આતંકવાદીઓ, NIAને મળી મોટી સફળતા

મુંબઈઃ મુંબઈ એરપોર્ટ પરથી ISISના બે આતંકવાદીઓ ઝડપાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA) દ્વારા ISIS પુણે સ્લીપર મોડ્યુલ મામલે 2 આતંકવાદીઓની મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. NIAએ અબ્દુલ્લા ફયાઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્હા ખાન નામમાં વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. મળતી જાણકારી પ્રમાણે આ બન્ને આતંકીઓની મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના T-2 પરથી ધરપકડ કરવામાં આવી છે.

ISIS માટે સ્લીપર સેલ તરીકે કામ કરતા 2 આતંકીઓ ઝડપાયા

NIAને આ મોટી સફળતા મળી છે. કારણે આ બન્ને આતંકવાદીઓ છેલ્લા બે વર્ષથી ફરાર હતાં. આ આતંકીઓ પર 3-3 લાખના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. કારણ કે, આ બંને ISIS માટે સ્લીપર સેલ તરીકે કામ કરતા હતા. પરંતુ હવે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ભારતીય સેના આંતકવાદીને શોધવા માટે અત્યારે અનેક ઓપરેશન ચલાવી રહી છે. જેમાં આ બે આતંકવાદીઓની ધરપકડ પણ એક મોટી સંફળતા છે.

ISIS પુણે સ્લીપર મોડ્યુલના અન્ય આઠ આતંકીઓ પણ હિરાસતમાં

વધારે વિગતે વાત તરવામાં આવે તો, કેસ RC-05/2023/NIA/MUM નો છે. ભારત વિરોધી ગતિવિધિમાં આઠ અન્ય ISIS પુણે સ્લીપર મોડ્યુલ સભ્યો પણ સામેલ છે જેમની ધરપકડ કરવામાં આવી હતી, અને તેઓ અત્યારે NIAની ન્યાયીક કસ્ટડીમાં જ છે. જ્યારે અત્યારે બીજા બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને આતંકવાદીઓ સામે બિનજામીનપાત્ર વોરન્ટ જાહેર થયેલું છે. આ આતંકીઓ હિંસા અને આતંક દ્વારા દેશમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાના ISIS ના એજન્ડા સાથે ભારતમાં અશાંતિ અને હિંસા ફેલાવવા માટે આવ્યાં હતાં.

વિરોધી ચાલતી દરેક પ્રવૃત્તિઓને NIAએ નિષ્ફળ બનાવી

આ બન્ને આતંકવાદીઓ અનેક આતંકી પ્રવૃતિઓમાં સામેલ હોવાનું NIAને જાણવા મળ્યું હતું. ભારત વિરોધી ચાલતી દરેક પ્રવૃત્તિઓનું નિષ્ફળ બનાવવા માટે NIA સતત કાર્ય કરી રહી છે. આ પહેલા ઉત્તર પ્રદેશમાંથી આ પણ દેશ વિરોધી ષડયંત્રો રચી રહેલા 10 જેટલા આરોપીઓને દબોચી લીધા હતાં. ભારતમાં ISISની હિંસક અને નાપાક ભારત વિરોધી આતંકવાદી યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે તેની પ્રવૃત્તિઓની NIA સક્રિય રીતે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો…મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને તાજમહેલ પેલેસ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button