
નવી દિલ્હીઃ ‘આધાર’ કાર્ડ મુદ્દે એક મોટી અપડેટ કરવામાં આવી છે. UIDAI (Unique Identification Authority of India) દ્વારા કુલ 2 કરોડથી પણ વધારે લોકોના આધાર કાર્ડ નંબરને બંધ કરી દેવામાં આવ્યાં છે, જે લોકો અત્યારે આ દુનિયામાં નથી તેવા લોકોના આધાર કાર્ટ નંબર બંધ કરી દેવામાં આવ્યાં છે.
UIDAI દ્વારા આ કાર્યવાહી ભારતના રજિસ્ટ્રાર જનરલ, રાજ્યો અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોએ આપેલી જાણકારીના આધારે કરવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ જ્યારે કોઈ પરિવાર પણ માય-આધાર (MyAadhaar)ની વેબસાઈટ પર પોતાના કોઈ સ્વજનના મૃત્યનું જાણકારી આપી શકે છે. જેના આધારે વિભાગ દ્વારા તે જાણકારીને અપડેટ કરી દેવામાં આવે છે.
આપણ વાચો: આધારકાર્ડ સબમિટ કરવાનો વિરોધ કરનારા મેડિકલ સ્ટુડન્ટનું પીજી રજિસ્ટ્રેશન વિવાદમાં
2 કરોડથી પણ વધુ લોકોના આધાર કાર્ડ બંધ
ખાસ કરીને વાત કરવામાં આવે તો UIDAI દ્વારા આ કાર્યવાહી આધાર ડેટાબેઝને અપડેટ આખવા અને કોઈ તેનો દુરુપયોગ થાય નહીં તેના માટે કરવામાં આવી છે, જે લોકો હવે આ દુનિયામાં નથી તેમના ‘આધાર’ નંબરને હટાવવા જરૂરી છે, જેથી સરકારી યોજનાઓના લાભ માત્ર ને માત્ર જે હક્કદાર છે.
આ સાથે એ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે, ‘આધાર’ નંબર સાચા વ્યક્તિનો છે કે કેમ? મૂળ વાત એ છે કે, UIDAI દ્વારા કરવામાં આવી રહેલી ડિએક્ટિવેટ કરવાનું જરૂરી છે.
આપણ વાચો: આધાર કાર્ડ પરથી હવે દૂર થશે નામ, સરનામું અને ડેટ ઓફ બર્થ… જાણી લો કારણ
આધાર કાર્ડના દુરુપયોગને અટકાવી શકાય છે
કોઈ પણ આધાર નંબર એક કરતા વધારે લોકોને નથી આપવામાં આવ્યો તે અંગે પણ તપાસ કરવામાં આવી છે. કારણ કે, એક જ નંબર કોઈ બીજા વ્યક્તિને આપી શકાય નહી. જોકે, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેનો આધાર નંબર બંધ થવો જરૂરી છે.
આવું એટલા માટે કરવું જરૂરી છે કે, આધાર કાર્ડને લઈને જે કૌભાંડ કરવામાં આવી રહ્યાં છે તેમના પર રોક લગાવી શકાય. એટલું જ નહીં, પરંતુ મૃતકના આધાર નંબરનો ઉપયોગ અન્ય વ્યક્તિ કોઈ સરકારી યોજનાઓનો લાભ ના ઉઠાવી શકે તે માટે પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે.
આખરે શું છે સુવિધા?
UIDAI દ્વારા આ વર્ષે એક નવી સુવિધા લોન્ચ કરી છે, જેમાં મૃતક વ્યક્તિના આધાર કાર્ડની વિગતો પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવે છે. આ સુવિધા અત્યારે નાગરિક નોંધણી સિસ્ટમનો ઉપયોગ કરતા 25 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મૃતક આધાર કાર્ડ ધારકના પરિવારને મળી ગઈ છે.
આ સુવિધાનો ઉપયોગ અત્યારે માય-આધાર વેબસાઈટ પરથી કરી શકાય છે. અન્ય રાજ્યોમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવે તેની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ દેશભરમાંથી અત્યારે 2 કરોડથી વધુ આધાર કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યાં છે.



