નેશનલ

16 વર્ષની દીકરીએ કર્યુ સ્યુસાઇડ,પરિવારને લાગ્યુ પિતાની બીમારીનું કારણ પણ….

ઇન્સ્ટાગ્રામની પોસ્ટે ભાંડો ફોડ્યો

ખંડવા જિલ્લાના એક ગામમાં એક દલિત છોકરીની આત્મહત્યાને પરિવારે ઘરેલું કારણ માનીને તેની અવગણના કરી હતી, પરંતુ જ્યારે તેનો મોબાઈલ ફોન તપાસવામાં આવ્યો ત્યારે આપઘાતનું રહસ્ય ખુલ્યું હતું. ગામનો એક પૂજારી તે છોકરીને હેરાન કરતો હતો અને તેને સતત ધમકાવતો હતો. યુવતીના ઈન્સ્ટાગ્રામ ચેટિંગ પરથી આ વાત સામે આવી છે. આ પછી પરિવાર પોતાની ફરિયાદ લઈને એસપી પાસે પહોંચ્યો. પૂજારી સામે ફોજદારી કેસ નોંધાયો છે અને તેની ધરપકડ કરીને તેને જેલમાં મોકલવામાં આવ્યો છે.

આ મામલો પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામનો છે, જ્યાં 29 ઓગસ્ટના રોજ 16 વર્ષની દલિત પુત્રીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘરમાં પિતાની સતત કથળતી તબિયતને કારણે સમગ્ર પરિવાર માનસિક તણાવમાં હતો. પરિવારને લાગ્યું કે દીકરીએ આ કારણસર આત્મહત્યા કરી હશે. જીવનનો અંત લાવતા પહેલા યુવતીએ પોતાની સમસ્યા કોઈને જણાવી નહોતી અને ન તો તેણે કોઈ સુસાઈડ નોટ છોડી હતી.


બે દિવસ બાદ જ્યારે મૃતકનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો ત્યારે ઈન્સ્ટાગ્રામ પર ગામના પૂજારી સાથેની ચેટ પ્રકાશમાં આવી હતી.આ ચેટીંગમાં પૂજારી સગીરને અશ્લીલ શબ્દો બોલીને ધમકી આપી રહ્યો હતો. પરિવારજનોનું કહેવું છે કે પૂજારીની ધમકી અને ઉશ્કેરણીથી પુત્રી તણાવમાં હતી અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે સંબંધિત પીપલોદ પોલીસ મથકમાં આત્મહત્યાનો ગુનો નોંધ્યો હતો.


પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, મારી પુત્રીએ 29 ઓગસ્ટે આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાના બે દિવસ પછી જ્યારે અમે દીકરીનો મોબાઈલ ફોન ચેક કર્યો તો અમને જાણવા મળ્યું કે મંદિરના પૂજારીએ તેને ઘણી ધમકીઓ આપી હતી. તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને લખ્યું હતું કે, તારુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તેણે તેને એટલી બધી ધમકી આપી હતી કે મારી દીકરીને વિચારવાનો મોકો જ નહીં મળ્યો અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. અમે પોલીસ સ્ટેશનમાં પણ બધી વાત કહી. પરંતુ પોલીસકર્મીઓ કહેતા હતા કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે આરોપી ગામનો પૂજારી હતો, પણ તેના કાર્યો અપવિત્ર હતા. તેનું વર્તન બદમાશ જેવું હતું. તેણે સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ અપલોડ કરી છે, જેમાં આરોપી હાથમાં બંદૂક પકડેલો જોવા મળી રહ્યો છે.
પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તેને જેલમાં મોકલવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button