ટોપ ન્યૂઝનેશનલ

Bypolls Result: 13 વિધાનસભા બેઠક પેટાચૂંટણી પરિણામમાં NDA ને આંચકો, ટીએમસીએ ત્રણ અને કોંગ્રેસે બે બેઠક જીતી

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી બાદ બુધવારે ના રોજ સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. આ તમામ બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી(Bypolls Result) શરૂ થઈ ગઈ છે. 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં NDAને મોટો ઝટકો લાગ્યો છે. બંગાળની ચાર બેઠકોમાંથી ટીએમસીએ ત્રણ બેઠકો જીતી છે, જ્યારે એક બેઠક પર તેની લીડ છે. એ જ રીતે હિમાચલમાં કોંગ્રેસે બે બેઠકો જીતી છે જ્યારે ભાજપે એક બેઠક જીતી છે. મધ્યપ્રદેશમાં ભાજપના ઉમેદવાર આગળ છે. બિહારની રૂપૌલી સીટ પરથી અપક્ષો આગળ ચાલી રહ્યા છે. તમિલનાડુમાં ડીએમકેના ઉમેદવારને લીડ મળી છે, જ્યારે પંજાબમાં AAPને જીત મળી છે.

આ પણ વાંચો: પેટાચૂંટણીના પરિણામો લાઇવ અપડેટ્સ

જપના ઉમેદવાર કમલેશ પ્રતાપ સાહુ આગળ

જ્યારે મધ્યપ્રદેશની અમરવાડા વિધાનસભા બેઠક પર 18મા રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર કમલેશ પ્રતાપ સાહુ આગળ ચાલી રહ્યા છે. તેઓ કોંગ્રેસના ધીરન સાહ સુખરામ દાસ ઇનવતી કરતાં 800 મતોથી આગળ છે.

કોંગ્રેસના ઉમેદવાર કમલેશ ઠાકુરે જીત મેળવી છે

હિમાચલ પ્રદેશની દેહરા વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કમલેશ ઠાકુરે જીત મેળવી છે. તે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની પત્ની છે. તેમણે ભાજપના ઉમેદવાર હોશિયાર સિંહને 9399 મતોથી હરાવ્યા છે.

કોંગ્રેસના હરદીપ સિંહ બાવાએ જીત મેળવી

હિમાચલ પ્રદેશની નાલાગઢ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના હરદીપ સિંહ બાવાએ જીત મેળવી છે. તેમણે ચૂંટણીમાં ભાજપના કૃષ્ણલાલ ઠાકુરને હરાવ્યા છે.

આ બેઠકો પર યોજાઇ હતી વિધાનસભા પેટાચૂંટણી

આ ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુર સહિત ઘણા દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં છે. જે બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ છે તેમાં પશ્ચિમ બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને મણિકતલા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર, પંજાબની પશ્ચિમ જલંધર, હિમાચલ પ્રદેશની દહેરા, હમીરપુર અને નાલાગઢ, બિહારની રૂપૌલી, તમિલનાડુની વિક્રવંદીનો સમાવેશ થાય છે. અને મધ્યપ્રદેશની અમરવાડા બેઠકનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…