ટોપ ન્યૂઝનેશનલ

Hathras માં 121 લોકોના મોત, મુખ્ય સેવાદાર અને આયોજકો પર FIR દાખલ

હાથરસ: યુપીના હાથરસમાં(Hathras)સત્સંગ કાર્યક્રમમાં નાસભાગમાં(Stamped)અત્યાર સુધીમાં121 લોકોનાં મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. ત્યારે સત્સંગ કાર્યક્રમના મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર અને અન્ય આયોજકો સામે એફઆઇઆર(FIR)નોંધવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 105, 110, 126(2), 223 અને 238 હેઠળ FIR નોંધવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં મંગળવારે “નારાયણ સાકાર વિશ્વ હરિ” તરીકે પ્રખ્યાત ભોલે બાબાના કાર્યક્રમમાં અનેક ભક્તો એકઠા થયા હતા. સત્સંગ કાર્યક્રમમાં વહીવટીતંત્રની પરવાનગી કરતાં વધુ ભક્તો સ્થળ પર પહોંચ્યા હતા. ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના સિકંદરરાવ કોતવાલી વિસ્તારના જીટી રોડ પર આવેલા ફુલરાઈ ગામ પાસે બની હતી.

સત્સંગમાં 40 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સત્સંગમાં લગભગ 40 હજાર લોકો સ્થળ પર હાજર હતા. આટલી મોટી સંખ્યામાં લોકોની હાજરી અને પૂરતી વ્યવસ્થાના અભાવે આ અકસ્માત સર્જાયો હતો અને લોકોએ જીવ ગુમાવ્યા હતા.

સીએમ યોગી આજે હાથરસમાં રહેશે

સીએમ યોગી બુધવાર સવારે 10:40 વાગ્યે અમૌસી એરપોર્ટ લખનૌથી ખેરિયા સિવિલ એરપોર્ટ આગ્રા આવશે. અહીંથી 10:45 વાગ્યે હેલિપેડ ખેરિયા સિવિલ એરપોર્ટથી પોલીસ લાઈનથી હાથરસ માટે રવાના થશે. આ પછી, મુખ્યમંત્રી 12:00 વાગ્યે હેલીપેડ પોલીસ લાઇન, હાથરસથી ખેરિયા સિવિલ એરપોર્ટ આગ્રા જશે. ત્યારબાદ 12:05 ખેરિયા સિવિલ એરપોર્ટથી અમૌસી એરપોર્ટ લખનૌ માટે રવાના થશે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button