શાહજહાંપુર : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)શાહજહાંપુર જિલ્લામાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. આ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે ગોલા ગોકરનાથ રોડ પર ખુતાર નગર પાસે એક ઢાબા પર ઉભેલી બસ સાથે કાંકરી ભરેલું ડમ્પર અથડાયું હતું. ટક્કર બાદ ડમ્પર બસ પર જ પલટી ગયું હતું. જેના કારણે લોકો દબાયા હતા.
અકસ્માત પાછળનું કારણ ડમ્પર ચાલક ઉંધમાં હોવાનું માનવામાં આવે છે
સીતાપુર જિલ્લામાં રહેતા તમામ લોકો પૂર્ણાગિરીની મુલાકાતે જતા હતા. આ ભયાનક અકસ્માત પાછળનું કારણ ડમ્પર ચાલક ઉંધમાં હોવાનું માનવામાં આવે છે. જેમાં અકસ્માત બાદ ડમ્પર ચાલકનો પત્તો લાગ્યો નથી. તેની શોધખોળ ચાલુ છે. ગોલા ગોકરનાથ રોડ પર ખુટાર નગર પાસે શનિવારે રાત્રે આંખના પલકારામાં 11 લોકોના મોત થયા હતા. અકસ્માતના સમાચાર સાંભળી સ્વજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોમાં પોતાના પ્રિયજનોને શોધતા રહ્યા હતા. પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મૃતદેહોનો કબજો મેળવીને તપાસ શરૂ કરવામાં આવી છે.
રૂપેશ કુમાર દર વર્ષે પૂર્ણગિરી જવા માટે બસ લઈને જાય છે
બસમાં મુસાફરી કરી રહેલા અનિલ કુમારે જણાવ્યું કે તેઓ ગામથી સીતાપુરના સિદૌલી શહેરમાં પોતાના રીતે આવ્યા હતા. બસ લગભગ 75 થી 80 મુસાફરોને લઈને સિધૌલીથી પૂર્ણાગિરી જવા રવાના થઈ હતી. ગામનો રૂપેશ કુમાર દર વર્ષે પૂર્ણગિરી જવા માટે બસ લઈને જાય છે. મુસાફરો તેના દ્વારા જ બુકિંગ કરે છે. આ વખતે પણ રૂપેશે બસ બુક કરાવી હતી.
કેટલાક લોકો બસમાં બેસી રહ્યા હતા.
જેમાં સમગ્ર ઘટના મુજબ રાત્રે દસેક વાગ્યે બસ ખુટારના એક ઢાબા પર ઉભી રહી. બસમાંથી કેટલાક લોકો નીચે ઉતરી ગયા અને કેટલાક લોકો બસમાં બેસી રહ્યા હતા. આ દરમિયાન ખુટાર તરફથી પુરપાટ ઝડપે કાંકરી ભરેલું ડમ્પર આવ્યું હતું. ડમ્પર અચાનક રોડની ડાબી બાજુએ ઉતરી બસના મધ્ય ભાગમાં ઘુસી ગયું હતું. અનિલના કહેવા મુજબ ડમ્પર ચાલક કદાચ ઊંઘમાં હતો. જેના કારણે મોટો અકસ્માત સર્જાયો હતો.
રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી
જ્યારે જિલ્લા કલેકટર ઉમેશ પ્રતાપ સિંહે જણાવ્યું કે આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે. યોગ્ય સારવાર માટે સૂચનાઓ આપવામાં આવી છે. એસપી અશોક કુમાર મીનાએ જણાવ્યું કે, માહિતી મળતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બધાને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા. મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.