ગીતા પ્રેસમાંથી 10,000 પુસ્તક અયોધ્યા મોકલાશે, કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારાને અપાશે ભેટ

ગોરખપુર: રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આખો દેશ થનગની રહ્યો છે. દેશના મોટા ભાગના શહેરો પ્રભુ રામને સમર્પિત કરવા માટે કંઇ ને કંઇ મોકલી રહ્યા છે. ત્યારે હિંદુ ધર્મના વિચારોનો પ્રચાર પ્રસાર કરતી ગીતા પ્રેસ દ્વારા 10 હજારથી વધુ ધાર્મિક પુસ્તકો અયોધ્યા મોકલવામાં આવ્યા છે. આ પુસ્તકો અયોધ્યા આવનારા રામભક્તોને પ્રેમપૂર્વક અર્પણ કરવામાં આવશે. તેના માટે થઈને ગોરખપુરથી અનેક પુસ્તકો વાહનમાં ભરીને અયોધ્યા મોકલવામાં આવ્યા છે. આ સાથે જ જ્યારે વાહન અયોધ્યા જવા રવાના થઈ રહ્યું હતું ત્યારે આખું ગોરખપુર શહેર ‘જય શ્રી રામ’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આવનાર મહેમાનોને અને ભક્તોને આ પુસ્તકો પ્રસાદ તરીકે ભેટમાં આપવામાં આવશે. આ પુસ્તકોમાં ખાસ ગીતા ડાયરી, 1972માં પ્રકાશિત કલ્યાણના વિશેષ અંક શ્રીરામાંકની સુધારેલી આવૃત્તિ અને અયોધ્યા માહાત્મ્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રામચરિતમાનસની નકલો પણ મોકલવામાં આવી છે.
આ ઉપરાંત રામલલ્લાના અભિષેક સમારોહમાં આવનાર મહેમાનોને સ્થાનિક વાનગીઓનો સ્વાદ પણ ચાખવા મળશે. અયોધ્યાની ગરિમા પ્રમાણએ તેમને માત્ર શુદ્ધ સાત્વિક ભોજન જ પીરસવામાં આવશે. આ માટે મોટા પાયે તૈયારીઓ પણ ચાલી રહી છે. આ ઉપરાંત અન્ય રાજ્યોની જે ફમ ખાસ વાનગીઓ છે તે પણ બનાવવામાં આવશે. મસલનના લિટ્ટી-ચોખા, રાજસ્થાની દાલ બાટી ચુરમા, પંજાબી સબ્જી, દક્ષિણ ભારતીય મસાલા ઢોસા અને ઈડલી, બંગાળી રસગુલ્લા, જલેબી જેવી ઘણી વિશેષ વાનગીઓનો મેનૂમાં સમાવેશ કરવામાં આવ્યો છે.