આપણું ગુજરાતટોપ ન્યૂઝ

પોલીસની જ માઠી દશા? એક વર્ષમાં 10 PI સસ્પેન્ડ!

અમદાવાદ: ગઇકાલે જ અરવલ્લીના મોડાસામાં રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પોલીસ ઈન્સ્પેક્ટર સામે ફરજમાં બેદરકારી બદલ વિભાગ દ્વારા કાર્યવાહી કરતાં IG વિરેન્દ્રસિંહ યાદવે PI જી.એચ. ગૌસ્વામીને સસ્પેન્ડ કર્યા છે. ગત સપ્તાહે સાયબર ક્રાઇમની ટીમે 21.45 લાખનો વિદેશી દારૂ મોડાસા ગ્રામ્યની હદમાંથી ઝડપી પાડ્યો હતો ત્યારબાદ આઈજી દ્વારા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

એક વર્ષમાં 10 પીઆઈ ફરજ મુક્ત
ગુજરાતમાં છાશવારે કાયદાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા કરે તેવા બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. રાજયમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક વાર સવાલ ઉઠી ચૂક્યા છે ત્યારે પ્રજાના રક્ષક એવા પોલીસકર્મીઓની સામે જ તવાઈ ચાલી રહી છે. કોઇ જવાબદાર પોલીસકર્મી સામે કાર્યવાહી કરવામાં આવી હોય તે કોઇ પ્રથમ નથી પણ આ કાર્યવાહી તો આ વર્ષે પ્રથમ વખત જ કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી, દારૂકાં, હપ્તાકાંડ, મારામારી જેવા ગુનાહિત કૃત્યોમાં ભાગીદારી કે સંડોવણીના કથિત આરોપો સાથે એક વર્ષમાં 10 પીઆઈને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે.

પોલીસની સામે જ આકરી કાર્યવાહીથી ખુદ પોલીસ વિભાગમાં જ ફફડાટ વ્યાપ્યો છે. ગુજરાત પોલીસમાં છેલ્લા એક વર્ષમાં જ પીઆઇ કક્ષાના પોલીસ અધિકારીઓ પર સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી છે. એક મીડિયા અહેવાલ અનુસાર ગુજરાતમાં ફરજમાં બેદરકારી, દારૂકાં, હપ્તાકાંડ, મારામારી જેવા ગુનાહિત કૃત્યોમાં ભાગીદારી કે સંડોવણીના કથિત આરોપો સાથે છેલ્લા એક વર્ષમાં 10 પીઆઈને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે.

કોણ છે 10 પીઆઇ?

જાન્યુઆરી માસમાં તરલ ભટ્ટ તોડકાંડ મામલે માણાવદરના PI તરલ ભટ્ટ, SOGના PI અરવિંદ ગોહિલ અને ASI જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી માસમાં ખેડામાં મારામારીના વિડીયો શેર થયા બાદ નડિયાદ ટાઉન પીઆઈ હરપાલસિંહ ચૌહાણ, નડિયાદ પશ્ચિમ પીઆઈ યશવંત ચૌહાણ અને વડતાલના પીઆઈ આર. કે. પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં નવેમ્બર માસમાં અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PI એ. એસ. પટેલ અને નહેરુનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ઝીલરિયાને નબળી કામગીરી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજકોટમાં જયંતી સરધારા પર હુમલો કરવા બાદ પીઆઈ પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં મોરબીમાં ૫૧ લાખના તોડ કાડમાં ટંકારા પીઆઈ વાય.કે. ગોહિલને અને મોડાસા રૂરલમાં PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button