બેંગલુરુઃ કર્ણાટકના યેલ્લાપુરામાં મોટો અકસ્માત થયો છે. જેમાં 10 લોકોના મૃત્યુ અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના સવારે 4 કલાક આસપાસ બની હતી. ઉત્તર કન્નડના કારવારના એસપી નારાયણ એમના કહેવા મુજબ, મૃતકો શાકભાજી વેચવા માટે સાવનુરથી કુમતા બજારમાં જતા હતા ત્યારે ટ્રક ઉંધો વળી ગયો હતો.
એમ નારાયણે જણાવ્યું, સવારે આશરે 4 કલાકે ટ્રક ચાલકે બીજા વાહનને સાઇડ આપવાના પ્રયાસમાં ટ્રક જમણી બાજુ વાળ્યો હતો. પરંતુ વધારે પડતો વળી જવાના કારણે 50 મીટર ઊંડી ખાઈમાં ખાબક્યો હતો. સડક પર કોઈ સુરક્ષા દીવાલ નહોતી.અધિકારીએ જણાવ્યું, આઠ લોકોના સ્થળ પર મૃત્યુ થયા હતા. બે લોકોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. ઘાયલોને હુબલીની કર્ણાટક મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.