નેશનલ

ભરચક ફ્લાઈટમાં 10 એનાકોન્ડા મળતા ખળભળાટ મચી ગયો

બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 10 એનાકોન્ડાની દાણચોરી કરવાના પ્રયાસ બદલ એક મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી. એનાકોન્ડા મુસાફરના ચેક-ઇન સામાનમાં છુપાવવામાં આવ્યા હતા.

ટ્વિટર પર એક પોસ્ટમાં, બેંગલુરુ કસ્ટમ્સ વિભાગે જણાવ્યું હતું કે અધિકારીઓએ બેંગકોકથી એક પેસેન્જરને રોક્યો અને તેની ધરપકડ કરી છે. “મુસાફરની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. વન્યજીવનની હેરફેરને સહન કરવામાં આવશે નહીં,” એમ કસ્ટમ્સ વિભાગે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. પીળા એનાકોન્ડા એ નદીની પ્રજાતિ છે જે જળાશયોની નજીક જોવા મળે છે. પીળા એનાકોન્ડા સામાન્ય રીતે પેરાગ્વે, બોલિવિયા, બ્રાઝિલ, ઉત્તરપૂર્વ આર્જેન્ટિના અને ઉત્તરીય ઉરુગ્વેમાં જોવા મળે છે. કાયદા અનુસાર, ભારતમાં વન્યજીવનો વેપાર અને દાણચોરી ગેરકાયદેસર છે.

આપણ વાંચો: Dubai Rain: ભારે વરસાદ અને પુરની સ્થિતિને લીધે દુબઈની આટલી ફ્લાઈટ્સને અસર થઈ

ગયા વર્ષે, બેંગલુરુ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ એક બેબી કાંગારૂ સહિત 234 જંગલી પ્રાણીઓને બચાવ્યા હતા, જે કથિત રીતે બેંગકોકના એક મુસાફર દ્વારા દાણચોરીથી લાવવામાં આવ્યા હતા. પ્લાસ્ટીકના બોક્સમાં રાખેલા એક કાંગારૂનું ગૂંગળામણથી મોત થયું હતું.

કસ્ટમ વિભાગને એક સૂચના મળી હતી અને એ મુજબ તેમણે છટકું ગોઠવ્યું હતું. એરપોર્ટ પર શકમંદ માણસના સામાનની તલાશી લેતા, અજગર, કાચંડો, ઇગુઆના, કાચબા અને મગર ટ્રોલી બેગમાં છુપાયેલા મળી આવ્યા હતા. માણસના સામાનમાંથી મળી આવેલા કેટલાક પ્રાણીઓ જંગલી પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિની લુપ્તપ્રાય પ્રજાતિમાં આવતા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door