નેશનલ

યુ.પી.માં પોલીસકર્મીઓની ભરતી આઉટસોર્સિંગથી થશે! પ્રિયંકા અને અખિલેશે ભાજપ સરકારની ટીકા કરી

લખનઉ: ઉત્તર પ્રદેશ પોલીસ(Uttar Pradesh police)ગુરુવારે સોશિયલ મીડિયા પર પત્ર પોસ્ટ કરીને જાહેર કર્યું હતું કે પ્રધાનોના સુરક્ષા માટેના સ્ટાફની ભરતી ‘આઉટસોર્સિંગ'(Outsourcing) કરવામાં આવશે, આ મામલે વિવાદ થતા પોસ્ટ પછી ખેંચી લેવામાં આવી હતી. કોંગ્રેસના ઉત્તર પ્રદેશના પૂર્વ પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ(Akhilesh Yadav) સહિતના વિપક્ષી નેતાઓ આ બાબતે રાજ્ય સરકાર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આ નિર્ણયને ‘અગ્નવીર’ યોજના સાથે સરખાવી હતી. અખિલેશ યાદવે કહ્યું કે બીજેપી કોઈ દિવસ ‘સરકાર’નું પણ આઉટસોર્સ કરી શકે છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ X પર લખ્યું કે “ઉત્તર પ્રદેશ પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટરના સ્તરે આઉટસોર્સિંગ દ્વારા ભરતી પર વિચારણા કરવામાં આવી રહી છે. જિલ્લાના અધિકારીઓને એક પત્ર મોકલવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભાજપ સરકારે અગ્નિપથ યોજના લાવી આપણી સેના અને યુવાનોનું ભવિષ્ય બંનેને નુકશાન પહોંચાડ્યું છે. હવે ઉત્તર પ્રદેશ પોલીસમાં પણ આ જ રમત રમવાના પ્રયાસો થઈ રહ્યા છે.”

આ પણ વાંચો: Wayanad: વાયનાડ લોકસભા બેઠક પર ભાઈને બદલે બહેન આવશે! પ્રિયંકા ગાંધી લડી શકે છે પેટા ચૂંટણી

તેમણે વધુમાં લખ્યું કે, “ભાજપની સરકારો દેશની દરેક સંસ્થાને સુધારવાને બદલે તેમને નબળી કરવાનું કામ કરી રહી છે. રાજ્ય પોલીસ દ્વારા આપવામાં આવેલો ખુલાસો સમજની બહાર છે. એક પછી એક પેપર લીક, અગ્નિવીર યોજના, લાખો ખાલી જગ્યાઓ અને હવે પોલીસ ભરતીમાં આઉટસોર્સિંગના સમાચારોથી રાજ્યના કરોડો યુવાનો નારાજ છે. ભાજપે આગળ આવવું જોઈએ અને આ સંદર્ભે સ્પષ્ટ જવાબ આપવો જોઈએ, ”

સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે કોઈ દિવસ ભાજપ સરકારને જ આઉટસોર્સ કરી શકે છે. તેમણે X પર લખ્યું કે,”ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે ‘પોલીસ તંત્ર’ પ્રત્યે બેદરકારીભર્યું વલણ અપનાવ્યું છે, જેના કારણે ગુનેગારોનું મનોબળ વધ્યું છે. કાર્યકારી ડીજીપી બનાવ્યા બાદ હવે ‘પોલીસ સેવાઓના આઉટસોર્સિંગ’ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો પોલીસ કોન્ટ્રાક્ટ પર હોય, તો ન તો તેમની કોઈ જવાબદારી રહેશે, ન તો ગોપનીય અને સંવેદનશીલ માહિતી લીક થતી અટકાવવામાં આવશે. ભાજપ સરકારે જવાબ આપવો જોઈએ કે જ્યારે પોલીસનું પોતાનું ભરતી બોર્ડ છે, તો પછી સરકાર સીધી કાયમી નિમણૂકથી શા માટે ભાગી રહી છે?”

આ પણ વાંચો: Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી દરમ્યાન અખિલેશ યાદવનું દિલ કેમ તૂટયું, પીએમ મોદીએ કર્યો કટાક્ષ

તેમણે કહ્યું કે પોલીસ સર્વિસના આઉટસોર્સિંગના સમાચારે પોલીસ ભરતી પરીક્ષાના પેપર લીકને કારણે પહેલેથી જ નારાજ થયેલા યુવાનોને વધુ નિરાશ કર્યા છે. આઉટસોર્સિંગનો આ વિચાર તાત્કાલિક છોડી દેવો જોઈએ અને ઉત્તર પ્રદેશના યુવાનોને નિયમિત, ન્યાયી અને પારદર્શક રીતે સીધી ભરતી પ્રક્રિયા દ્વારા નોકરીઓ આપવી જોઈએ. બીજેપી કોઈ દિવસ ‘સરકાર’ને જ આઉટસોર્સ કરી શકે છે.

ઉત્તર પ્રદેશ પોલીસે આઉટસોર્સિંગને લગતો પત્ર પાછો ખેંચી લીધો હતો, પોલીસે કહ્યું કે પત્ર ‘ભૂલથી’ બહાર પાડવામાં આવ્યો હતો અને હવે પાછો ખેંચાયો છે. પોલીસે કહ્યું કે “ક્લાસ IV કર્મચારીઓના આઉટસોર્સિંગની સિસ્ટમ પહેલેથી જ વ્યવહારમાં છે. ભૂલને કારણે વર્ગ 4 ના કર્મચારીઓને બદલે મંત્રીના સુરક્ષા કર્મચારીઓ માટેનો પત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જે રદ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ અને સરકારી સ્તરે આવી કોઈ દરખાસ્ત પેન્ડિંગ નથી.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Sensorineural hearing lossના આ છે લક્ષણો અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ