નેશનલ

અમેરિકાથી ભારતીયોના દેશનિકાલનો મુદ્દો લોકસભામાં ગુંજશે! કોંગ્રેસે સ્થગન પ્રસ્તાવ રજુ કર્યો

નવી દિલ્હી: યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદે વસતા ભારતીયોના દેશનિકાલનો મુદ્દો હાલ ચર્ચાના (Deportation of Indian immigrants from US) કેન્દ્રમાં છે, ગઈ કાલે યુએસ મિલીટરીનું એક પ્લેન દેશ નિકાલ કરાયેલા 100 થી વધુ ભારતીય નાગરિકોના લઈને આવી પહોંચ્યું હતું. અહેવાલો મુજબ પાછા મોકલવામાં આવેલા ભારતીય નાગરિકો સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ મુદ્દો હવે આજે સંસદમાં ગુંજે તેવી શક્યતા છે. આજે ગુરુવારે કોંગ્રેસે લોકસભામાં સ્થગન પ્રસ્તાવ (Adjourn motion) રજૂ કર્યો, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ભારતીય નાગરિકોના દેશનિકાલ પર ચર્ચાની માંગ કરવામાં આવી.

પ્રસ્તાવમાં આવી માંગ:
લોકસભામાં કોંગ્રેસના ઉપ નેતા ગૌરવ ગોગોઈ પ્રસ્તાવમાં રજુ કર્યો હતો. પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર દ્વારા પંજાબ, હરિયાણા અને ગુજરાતના 100 થી વધુ ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે, જે ખૂબ જ દુઃખદ અને અપમાનજનક પરિસ્થિતિઓમાં કરવામાં આવ્યું છે. દેશનિકાલ કરાયેલા વ્યક્તિઓમાં 25 મહિલાઓ, 12 સગીરો અને 79 પુરુષોનો સમાવેશ થાય છે. આ વ્યક્તિઓને દેશનિકાલ પ્રક્રિયા દરમિયાન સાંકળોથી બાંધવામાં આવ્યા હોવાના અને તેમની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હોવાના અહેવાલો મળ્યા છે, જે તેમના માનવીય ગૌરવ અને અધિકારો અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.

Also read:અમેરિકાથી ભારતીયોના દેશનિકાલનો મુદ્દો લોકસભામાં ગુંજશે! કોંગ્રેસે સ્થગન પ્રસ્તાવ રજુ કર્યો

પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું કે આપણા લોકોનું સાથે અમાનવીય વર્તન અટકાવવા અને દેશ અને વિદેશમાં દરેક ભારતીયના ગૌરવને જાળવી રાખવા માટે આ ગૃહે તાત્કાલિક આ મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ.

સુરક્ષા એજન્સીઓની પૂછપરછ:
ગઈ કાલે બુધવારે 104 ભારતીય ઇમિગ્રન્ટ્સને સાથે યુએસ C-17 લશ્કરી વિમાન અમૃતસરમાં ઉતર્યું હતું. ભારતની સુરક્ષા એજન્સીઓએ ડિપોર્ટ કરાયેલા લોકોની પૂછપરછ કરી હતી. આ દેશનિકાલ કરાયેલા ભારતીયોની પહેલી બેચ હતી, ભવિષ્યમાં વધુ ભારતીયોને પરત મોકલવામાં આવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button