આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ઝીશાન સિદ્દીકી બાન્દ્રા પૂર્વથી લડશે, પણ કયા પક્ષમાંથી તે મામલે સસ્પેન્સ…

મુંબઈઃ મુંબઈ સહિત દેશને હચમચાવી દેનારા રાજકારણી બાબા સિદ્દીકીના મોતના અસલી ગુનેગારો હજુ તો પકડાયા નથી ત્યાં જ તેમના પુત્ર અને વિધાનસભ્ય ઝીશાન વિશે અટકળો ફેલાઈ રહી છે. ઝીશાન હાલમાં બાન્દ્રા પૂર્વનો કૉંગ્રેસનો વિધાનસભ્ય છે. પિતા અજિત પવારની એનસીપીમાં ગયા તો પણ ઝીશાને કૉંગ્રેસનો સાથ ન છોડ્યો, આથી આવનારી ચૂંટણીમાં પણ તે અહીંથી ટિકિટ માગે તે સ્વાભાવિક છે.

આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ સાથે ઝિશાન સિદ્દીકીની મુલાકાતે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી…

જ્યારે બીજી બાજુ આગામી ચૂંટણી કૉંગ્રેસ શિવસેના (યુબીટી) અને એનસીપી (શરદ પવાર) સાથેના ગઠબંધનમાં લડવાની હોવાથી આ બેઠક પક્ષ પાસે રહેશે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. આ બેઠક પરથી ઉદ્ધવ ઠાકરેના સંબંધી વરૂણ સરદેસાઈનું નામ બોલાઈ રહ્યું છે. વરૂણ ઠાકરે પરિવારથી ખૂબ નજીક છે અને બાન્દ્રા પૂર્વમાં જ ઠાકરે પરિવારનું નિવાસસ્થાન માતોશ્રી આવેલું છે. હવે જો બેઠકોની વહેંચણીમાં આ બેઠક શિવસેનાને ફાળે જાય તો ઝીશાન માટે ઉપાધિ સર્જાઈ શકે તેમ છે.

માહિતી એવી મળી છે કે ઝીશાને કેન્દ્રીય ચૂંટણી પંચ પાસેથી ઉમેદવારી ફોર્મ મંગાવ્યું છે, આથી તે પોતાની જ વિધાનસભા પરથી ચૂંટણી લડવા મક્કમ છે, પરંતુ તે ક્યા પક્ષમાંથી લડવાનો છે કે તે અપક્ષ ઉમેદવાર તરીકે લડવાનો છે, તે મામલે કોઈ સ્પષ્ટતા નથી. આ અંગે ઝીશાન સાથે સંપર્ક થઈ શક્યો નથી.

આ પણ વાંચો : બાબા સિદ્દીકી હત્યાકેસની આ રહી પૂરી વિગતો: શસ્ત્રો અને ફન્ડિંગ આપ્યાં લોણકર ભાઇઓએ

મહાવિકાસ આઘાડી (એમવીએ) દ્વારા હજુ એક પણ યાદી બહાર પાડવામાં આવી નથી અને બેઠકોની વહેંચણી અંગે પણ સત્તાવાર માહિતી મળી નથી. 20મી તારીખે મતદાન અને 23મી મત ગણતરી છે ત્યારે દરેક પક્ષના ટિકિટ ઈચ્છુક નેતા રાહ જોઈને બેઠા છે કે આપણો નંબર લાગ્યો કે નહીં. માત્ર ભાજપે પહેલી 99 ઉમેદવારની યાદી બહાર પાડી છે. જોકે યાદી બહાર પાડ્યા બાદ ભાજપે નારાજ નેતાઓનો અસંતોષ સહન કરવાનો વારો આવ્યો છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker