આમચી મુંબઈ

માથે દેવુ અને નોકરી ગુમાવવાને કારણે યુવકે કરી આત્મહત્યા

થાણે: થાણે જિલ્લામાં માથે વધતું દેવુ અને નોકરી ગુમાવવાને કારણે હતાશામાં સરી પડેલા 20 વર્ષના યુવકે આત્મહત્યા કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર અંબરનાથ વિસ્તારમાં મોરિવલી ગામમાં 4 ઑક્ટોબરે રાતે આ ઘટના બની હતી.

યુવકે અનેક લોકો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા અને તે રૂપિયા ચૂકવી ન શકવાને કારણ ભારે તણાવ હેઠળ હતો. આને કારણે તેના સ્વાસ્થ્ય પર અસર થઇ હતી અને તેણે કામ પર જવાનું પણ બધ કરી દીધું હતું.

અંબરનાથ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે લાંબા સમય સુધી કામ પર ગેરહાજર રહેવાને કારણે 29 સપ્ટેમ્બરે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, જેને કારણે તે હતાશામાં સરી પડ્યો હતો.

દરમિયાન યુવકે 4 ઑક્ટોબરે રાતે પોતાના ઘરમાં છત સાથે રસ્સી બાંધીને ગળાફાંસો ખાધો હતો. બીજે દિવસે સવારે યુવક ગળાફાંસો ખાધેલી હાલતમાં પરિવારજનોને મળી આવ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા બાદ એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)

આપણ વાંચો : નદીના પાણીમાં ઝેર ભેળવવા સામે વિરોધ કરનારા પ્રૌઢની હત્યા: ત્રણ જણ ઝડપાયા

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button