ખતરનાક સ્ટંટ કરી તેનો વીડિયો અપલોડ કરવા બદલ યુવકની ધરપકડ
મુંબઈ: શહેરમાં વિવિધ ખતરનાક સ્ટંટ કરીને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવા બદલ આઝાદ મેદાન પોલીસે ચેમ્બુરમાં રહેનારા યુવકની ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસે પણ એક્સ પર વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં લોકોને જીવલેણ સ્ટંટમાં સામેલ થવાથી દૂર રહેવાની અપીલ કરી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં મિત્રો સાથે મળીને ખતરનાક સ્ટંટ કરવા બદલ તાજેતરમાં યુવકની ધરપકડ કરવામાં આવી હોઇ આરોપીએ કરેલા સ્ટન્ટમાં બેસ્ટના બસ સ્ટોપના છત પર દોડવું, બાઇક સ્ટંટ, વાહનો પર ચડવું અને અન્ય સ્ટંટનો સમાવેશ છે.
https://twitter.com/MumbaiPolice/status/1823211260508619126
દરમિયાન મુંબઈ પોલીસે તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યું હતું, ‘સ્ટંટ કરવાનું વિચારી રહ્યા છો? એ કામ નહીં કરે. તમને કોઇ સ્ટંટ કરવા નથી મળવાના. આવા જોખમી કૃત્યોથી દૂર રહો.’
વીડિયોના બીજા ભાગમાં આરોપીએ પોતાના કૃત્યની કબૂલાત કરીને નિવેદન આપ્યું છે. આરોપીનું કહેવું છે કે તે ચેમ્બુર વિસ્તારમાં રહે છે અને 4 જૂન, 2024ના મળસકે ત્રણ વાગ્યે તે અને તેના મિત્રો દક્ષિણ મુંબઈમાં હતા. તેમણે સાઇકલ પર સ્ટન્ટ કરતો વીડિયો ઉતાર્યો હતો. આથી આઝાદ મેદાન પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે.